@અમિત રૂપાપરા
ભારતીય સંસ્કૃતિમાં યોગનું ખૂબ જ મહત્વ છે. એવું કહેવાય કે, યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. ત્યારે અલગ અલગ ધાર્મિક શાસ્ત્રોમાં પણ ઋષિમુનિઓએ યોગ તેમજ આયુર્વેદનું મહત્વ દર્શાવ્યું છે અને ઋષિમુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે વર્ષો સુધી સ્વસ્થ જીવન જીવતા હતા. વર્તમાન સમયમાં પરિસ્થિતિ એકદમ પરિવર્તિત થઈ છે. લોકો યોગ અને આયુર્વેદને જાણે ભૂલી ગયા હોય તેવું લાગે છે. ત્યારે વર્તમાન સમયમાં લોકોનું જીવન કસરત વિહોણું અને બેઠાડું હોવાના કારણે લોકો માનસિક તણાવ સહિતના અસાધ્ય રોગોથી પીડાઈ રહ્યા છે. આ તમામ સમસ્યાનું સમાધાન માત્ર યોગ છે. યોગ કરવાથી મોટામાં મોટી બીમારી દૂર થાય છે. ત્યારે યોગ કરીને લોકો પોતાના શરીરને સ્વસ્થ બનાવે તે માટે સુરતમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે કરવામાં આવી હતી. 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આખું વિશ્વ જ્યારે યોગ દિવસની ઉજવણી કરતું હોય ત્યારે સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વસુદેવ કુટુંબકમની થીમ હેઠળ સુરતમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ માટે તેમજ ભાજપના આગેવાનો સુરત શહેર પોલીસ કમિશનર તેમજ પોલીસ અધિકારીઓ, સુરતના મેયર હેમાલી બોઘાવાલા તેમજ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરો, ઉપરાંત ધારાસભ્યો તેમજ અલગ અલગ સંસ્થા સાથે જોડાયેલા સામાજિક કાર્યકર્તાઓ, સંસ્થાના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો તેમજ શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અંદાજિત દોઢ લાખ જેટલા લોકોએ એક સાથે યોગ કરીને સુરતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. અંદાજીત 1.50 લાખ જેટલા લોકોએ એકસાથે યોગ કરીને એક વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ધાર્મિક, પ્રવાશન, હેરિટેજ અને ઐતિહાસિક મહત્વ ધરાવતા, શૈક્ષણિક મહત્વ ધરાવતા તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતા 75 જેટલા ઇકોનિક સ્થળો પર વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્થળોમાં ગુજરાતના અને દેશના ગૌરવ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ, સોમનાથ મંદિર, ગાંધી આશ્રમ, ભગવાન દ્વારકાધીશ મંદિર, અડાલજ વાવ, મોઢેરા સૂર્યમંદિર, દાંડી સ્મારક અને ગિરનાર પર્વત સહિતના સ્થળો પર વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહત્વની વાત છે કે યોગ કરવાથી તળાવમાંથી મુક્તિ મળે છે, યાદ શક્તિમાં વધારો થાય છે, યોગ કરવાથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિમાં પણ વધારો થાય છે. ત્યારે યોગ કરનાર મનુષ્ય નીરોગી રહેતા હોય છે. એટલે તમામ લોકો નિરોગી રહે અને સ્વસ્થ જીવન જીવે એટલા માટે સુરતમાં વાય જંકશન ખાતે રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવામાં આવી રહી છે અને એટલા માટે નિશુલ્ક યોગ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે ગુજરાત સરકારના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં 5000 જેટલા યોગ ટ્રેનરો દ્વારા યોગ વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે અને 5000 લોકોને યોગના માધ્યમથી રોજગારી પણ મળી રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એક લાખથી વધુ યોગ ટ્રેનરો પણ તૈયાર થયા છે અને જેના થકી જ રાજ્યના અલગ અલગ ગામડાઓ તેમજ સોસાયટીઓમાં યોગનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો:રથયાત્રામાં ઘટી દુર્ઘટના, દરિયાપુરમાં બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થતા એક યુવકનું મોત
આ પણ વાંચો:અમદાવાદના દંપતી ઈરાનમાં થયું અપહરણ, રાજ્ય સરકાર અને હર્ષ સંઘવીની મદદથી ગણતરીના
આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી નિજમંદિર જવા નીકળ્યા, તંબુચોકી પહોંચ્યા
આ પણ વાંચો:રાજકોટની રથયાત્રામાં સનાતની બુલડોઝરની બોલબાલા
આ પણ વાંચો:ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ
