રાજકોટ,
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં વાઇબ્રન્ટ પેનલના બધા ઉમેદવારનો જ્વલંત વિજય થયો છે. વાઇબ્રન્ટ પેનલની જીત થતા વિજેતા ઉમેદવાર વી પી વૈષણવે વેપારીઓ અને ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં પણ વેપારીઓના પ્રશ્નોને પરિણાલક્ષી કરવાની ખાતરી આપી.
વી.પી.વૈષ્ણવે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીને ઓપચારિક ગણાવતા જણાવ્યુ હતુ કે, વાઇબ્રન્ટ પેનલની જીત નિશ્ચિત હતી..પરંતુ પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી યોજવામાં આવી.
વિશેષમાં જણાવ્યુ હતુ કે, ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉજવણી કરવાને બદલે રાજકોટ જામનગર રોડ પર કચ્છથી આવેલી ગાયોને નીણ નાખી જીતની ઉજવણી કરવામાં આવી. વાયબ્રન્ટ પેનલની ઐતિહાસિક જીત બાદ વી.પી.વૈષ્ણવને ચેમ્બરના નવા પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવશે.
