Bhuj News/ ભુજમાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, ખોટા આધાર કાર્ડ બનાવવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસની મોટી સફળતા

પશ્ચિમ કચ્છ પોલીસએ (Kutch Police) ભુજમાં એક વર્ષથી ફરાર આરોપી લતીફ ખલીફાને ઝડપી પાડ્યો. આરોપી પર બાંગ્લાદેશી મહિલાને ખોટા આધાર કાર્ડ અને દસ્તાવેજો બનાવવાનો ગંભીર આરોપ, BNS હેઠળ કાર્યવાહી.

Top Stories Gujarat Breaking News
Kutch Police

Bhuj News:કચ્છની સરહદી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવા માટે પશ્ચિમ કચ્છ પોલીસે (Kutch Police) એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ભુજ શહેરમાં એક વર્ષથી ફરાર રહેલા આરોપી લતીફ ફકીર મામદ ખલીફાને પોલીસે લખુરાઈ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પર બાંગ્લાદેશી મહિલાને ખોટા આધાર કાર્ડ તથા અન્ય મહત્વના દસ્તાવેજો બનાવી આપવાનો ગંભીર આરોપ છે.

બોર્ડર રેન્જના આઈ.જી.પી. ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને પેરોલ, ફરલો અને જામીન પર છૂટેલા તેમજ લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાને પેરોલ ફરલો સ્ક્વોડે જિલ્લાભરમાં સઘન પેટ્રોલિંગ અને વોચ વ્યવસ્થા ગોઠવી હતી.આ અભિયાન દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી લખુરાઈ ચાર રસ્તા વિસ્તારમાં હાજર છે.

બાતમીના આધારે પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન આરોપી લતીફ ફકીર મામદ ખલીફા સ્થળ પરથી ઝડપાઈ ગયો.પોલીસે (Kutch Police) આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લઈ ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તથા પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. તે લાંબા સમયથી પોલીસને ચકમો આપીને ફરાર હતો.

કચ્છ પોલીસે  (Kutch Police) ફરાર આરોપીઓને ઝડપી પાડયા

કચ્છની સરહદી સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને મજબૂત કરવા માટે પશ્ચિમ કચ્છ પોલીસે  (Kutch Police) એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ભુજ શહેરમાં એક વર્ષથી ફરાર રહેલા આરોપી લતીફ ફકીર મામદ ખલીફાને પોલીસે લખુરાઈ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પર બાંગ્લાદેશી મહિલાને ખોટા આધાર કાર્ડ તથા અન્ય મહત્વના દસ્તાવેજો બનાવી આપવાનો ગંભીર આરોપ છે.બોર્ડર રેન્જના આઈ.જી.પી. ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને પેરોલ, ફરલો અને જામીન પર છૂટેલા તેમજ લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી.

આ સૂચનાઓના અનુસંધાને પેરોલ ફરલો સ્ક્વોડે જિલ્લાભરમાં સઘન પેટ્રોલિંગ અને વોચ વ્યવસ્થા ગોઠવી હતી.આ અભિયાન દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી લખુરાઈ ચાર રસ્તા વિસ્તારમાં હાજર છે.

બાતમીના આધારે પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન આરોપી લતીફ ફકીર મામદ ખલીફા સ્થળ પરથી ઝડપાઈ ગયો.પોલીસે (Kutch Police) આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ કસ્ટડીમાં લઈ ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તથા પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.


આ પણ વાંચો:ભુજ LCBનો કમાલ, માત્ર 8 દિવસમાં 52 લાખની ઠગાઈની રકમ પરત

આ પણ વાંચો:ભુજની હોટલમાંથી કાશ્મીરી યુવાનોની અટક કરાઈ

આ પણ વાંચો:ભુજમાં મીઠાઈના વેપારીને ભેળસેળના આરોપમાં 6 મહિનાની જેલ અને 1લાખનો દંડ