બહુ ચર્ચિત નિર્ભયા રેપ હત્યા કેસના દોષીઓ ક્યારે ફાંસી તેવો સવાલ દેશની જનતા પૂછી રહી છે.બીજી તરફ દોષીઓ ફાંસીને તેને ટાળવા માટે છેલ્લી ઘડીના હવાતિયાં મારી રહ્યાં છે. ફાંસીથી બચવા આરોપીઓ કોર્ટમાં અપીલો દાખલ કરી રહ્યાં છે. નિર્ભયાના એક આરોપી અક્ષય કુમાર સિંહે તેની ફાંસી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પુન:વિચાર અરજી દાખલ કરી હતી. અક્ષયની અરજી પર સુપ્રીમ કોર્ટમાં 17 ડિેસમ્બરે સુનાવણી થવાની છે.
બીજી તરફ દોષિતોને ઝડપથી ફાંસી આપવાની અરજી દિલ્હીની પટિયાલા કોર્ટમાં થઈ છે જેની પર સુનાવણી પાછી ઠેલાઈ છે.કોર્ટ ‘નિર્ભયા’ના માતા-પિતાની અરજી પર સુનાવણી હાથ ધરી હતી જેમાં જેમાં દોષીઓને ફાંસી પર લટકાવવાની પ્રક્રિયાને ઝડપી કરવા માટેની માંગ કરાઈ છે.
જો કે એડિશનલ સેશન જજ સતીશ કુમાર અરોરાએ કહ્યું છે કે, મને સુપ્રીમ કોર્ટમાંથી માહિતી મળી છે કે, આરોપી અક્ષયની પુન:વિચાર અરજી સ્વીકારી લેવામાં આવી છે અને આ વિશે 17 ડિસેમ્બરે સુનાવણી થવાની છે. તેથી આજની સુનાવણીને પાછી ઠેલવામાં આવે છે. અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈશું. પટિયાલા હાઉસ કોર્ટમાં હવે આ કેસની 18 ડિસેમ્બરે સુનાવણી કરવામાં આવશે.
ગેંગરેપ અને હત્યાના ગુનામાં જેલમાં બંધ ચાર દોષિતોમાંથી અક્ષય ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તા એમ આ ત્રણેની અપીલ અલગ-અલગ કોર્ટમાં પેન્ડિંગ છે, જ્યાં સુધી તેનો ચુકાદો ના આવે ત્યાં સુધી તેમને ફાંસી ના આપવી જોઈએ એમ તેમના વકીલનું કહેવું છે.
કોર્ટમાં થયેલી અન્ય અપીલ પવનની ઉંમર સાથે જોડાયેલી છે. જ્યારે ત્રીજી અપીલ અક્ષયની છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવી છે અને ફાંસીની સજા સાથે જોડાયેલા નિર્ણય પર ફરી વિચાર કરવાની માંગ કરવામાં આવી છે. જેના પર સુનાવણી 17 ડિસેમ્બરે થવાની છે. આ સિવાય વિનયની દયા અરજી પર પણ રાષ્ટ્રપતિનો નિર્ણય આવવાનો બાકી છે.
શું પેન્ડિંગ અરજીઓના કારણે દોષીઓની ફાંસી પર કોઈ અસર પડશે? આ સવાલના જવાબમાં સિનિયર કાઉન્સિલ રાજીવ મોહને કહ્યું, “દયા અરજીને છોડી દઈએ તો બાકી ત્રણ માત્ર એક અપીલ છે જે અડચણ બની શકે છે અને તે છે પવનની ઉંમર સાથે જોડાયેલી અરજી. મને પણ તે પેન્ડિંગ હોવા અંગે માહિતી આપવામાં આવી છે. એવું છે તો આ અરજી પર ચુકાદા સુધી આરોપીઓને ફાંસી ના આપી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
