Gujarat News: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ જિલ્લામાં 6-7 એપ્રિલ 2025 ના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પારો વધી રહ્યો છે અને હવામાન વિભાગે 9 એપ્રિલ સુધી ઉષ્ણ લહેરની ચેતવણી આપતા ઑરેન્જ અને યલો એલર્ટ જારી કર્યું છે. દરમિયાન, શનિવારે ભુજમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 9 જિલ્લાઓમાં આગામી ચાર દિવસ માટે રેડ, યલો અને ઑરેન્જ એલર્ટ જારી કર્યું છે. જેમાં કચ્છ જિલ્લામાં આવતીકાલે રવિવાર (6 એપ્રિલ 2025) અને 7 એપ્રિલના રોજ હીટવેવ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને મોરબી અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 5, 2025
હવામાન વિભાગની આગાહી મુજબ, 8-9 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ જિલ્લામાં બંને દિવસે ગરમીનું ચેતવણી હોવાથી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે 10-11 એપ્રિલના રોજ શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના વિવિધ સ્થળોએ આજે સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજમાં 44.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, ડીસામાં 42.1 ડિગ્રી, કંડલા ઍરપોર્ટમાં 42 ડિગ્રી, અમદાવાદામાં 41.3 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 41.1 ડિગ્રી, વડોદરામાં 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો:હવામાન : કાળઝાળ ગરમી સાથે 20 માર્ચથી કંઈક મોટુ થવાની અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી યથાવત,આ રાજ્યોમાં અપાયા રેડ એલર્ટ
આ પણ વાંચો:કાળઝાળ ગરમી વચ્ચે પાંચ દિવસમાં આવશે ચોમાસું
