Not Set/ 26 જાન્યુઆરીની પરેડ પ્રેક્ટિસ દરમિયાન વાયુ સેનાના જવાનનું મોત

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા નવાપુરના વાયુ સેનાના મયુર અશોક પાટીલ વડોદરામાં ગણતંત્ર દિવસની તૈયારી કરતી વખતે પરેડ દરમિયાન અચાનક ચક્કર આવતાં જમીન ઉપર પડી ગયા હતાં. અને ઉલટી પણ થઈ હતી. જેથી તેના સાથી મિત્રોએ તેમને વાયુસેનાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે વખતે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. મયુર અશોક પાટીલનો પાર્થિવ દેહ બપોરે […]

Gujarat

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા નવાપુરના વાયુ સેનાના મયુર અશોક પાટીલ વડોદરામાં ગણતંત્ર દિવસની તૈયારી કરતી વખતે પરેડ દરમિયાન અચાનક ચક્કર આવતાં જમીન ઉપર પડી ગયા હતાં. અને ઉલટી પણ થઈ હતી. જેથી તેના સાથી મિત્રોએ તેમને વાયુસેનાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તે વખતે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

મયુર અશોક પાટીલનો પાર્થિવ દેહ બપોરે નવાપુર પહોંચશે. અને સાંજે ચાર કલાકે મહારાષ્ટ્ર પોલીસ દ્રારા માન સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મયુર પાટીલે 2005માં વાયુસેના જોઈન્ટ કરી હતી.

મયુર અશોક પાટીલના પરિવારમાં માતા-પિતા બે ભાઈ છે. અને મયુર પાટીલની પત્ની સાત મહિનાની ગર્ભવતી છે. તેમના મોતની જાણ થતાં પરિવારમાં અને પુરા ગામમાં શોકનો માહોલ પસરી ગયો હતો.