Surat News/ સુરતમાં નકલી નોટોનું મોટું કૌભાંડ પકડાયું

SOGએ નકલી નોટો (Fake Notes) ના નેટવર્કનો ભંડાફોડ કરી 5 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો કબજે કરી

Gujarat Surat
Fake Notes

Surat News : સુરત શહેરમાં નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપી પડતાં ચકચાર મચી ગઈ છે. શહેરના વરાછા વિસ્તારમાંથી SOGએ નકલી નોટો (Fake Notes) ના નેટવર્કનો ભંડાફોડ કરી 5 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.

એક વર્ષમાં 25 લાખ રૂપિયાથી વધુની નકલી નોટો (Fake Notes) બજારમાં વટાવી

એક વર્ષમાં 25 લાખ રૂપિયાથી વધુની નકલી નોટો (Fake Notes) બજારમાં વટાવી

SOGની ટીમે વરાછા મીની બજાર વિસ્તારમાંથી કાર્યવાહી કરીને રત્નકલાકાર તરીકે કામ કરતા પરેશ હડિયાની ધરપકડ કરી છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ છેલ્લા એક વર્ષ દરમિયાન 25 લાખ રૂપિયાથી વધુની નકલી નોટો (Fake Notes) બજારમાં વટાવી હતી.

પોલીસ તપાસ મુજબ, આરોપી નકલી નોટો (Fake Notes) ક્યાંથી લાવતો હતો અથવા પોતે પ્રિન્ટ કરતો હતો તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ, આ નકલી નોટો (Fake Notes) કોને આપવાની હતી અને આ રેકેટમાં બીજા કોણ-કોણ સંડોવાયેલા છે તેની પણ તપાસ ચાલી રહી છે.

DCPએ જણાવ્યું હતું કે સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભાવનગરમાં નકલી નોટોનો કાળો કારોબાર ઝડપાયો, LCBએ 343 બનાવટી ₹200ની નોટો સાથે આરોપીને દબોચ્યો

આ પણ વાંચો: નોઈડાથી કુરિયરમાં અમદાવાદ નકલી નોટો મંગાવનારો શખ્સ ઝડપાયો, રૂ.100ની 373 નકલી નોટ પકડાઈ

આ પણ વાંચો: જૂનાગઢનાં સુખપુર ગામે મુખ્ય સુત્રધારના કારખાનામાં જ નકલી નોટો છાપતા હતા