Bhavnagar News/ ભાવનગરમાં નકલી નોટોનો કાળો કારોબાર ઝડપાયો, LCBએ 343 બનાવટી ₹200ની નોટો સાથે આરોપીને દબોચ્યો

ભાવનગર LCBએ રેલવે સ્ટેશન રોડ પરથી ₹200ની 343 નકલી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી. મોબાઇલ અને સ્કૂટર સહિત રૂ.55,800નો મુદ્દામાલ જપ્ત.

Top Stories Gujarat Breaking News
LCB

Bhavnagar News:ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે શહેરમાં નકલી ચલણી નોટો વટાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં રેલવે સ્ટેશન રોડ પાસેના વિસ્તારમાંથી એક આરોપીને ₹200ની 343 નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન અને સ્કૂટર સહિત કુલ રૂ. 55,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભાવનગર LCBએ ડુપ્લીકેટ નોટો સાથે આરોપીને દબોચ્યો

આ ઘટના 5 જાન્યુઆરીના રોજ બની હતી. LCBને મળેલી ચોક્કસ બાતમી અનુસાર, રાજપરાગામ (ખોડિયાર), તાલુકો સિહોરના રહેવાસી અજય ઉર્ફે ઘુઘો પોપટ બુધેલીયા એક્સેસ મોપેડ પર રેલવે સ્ટેશન રોડ પાસે ઉભો હતો અને તેની પાસે મોટી માત્રામાં નકલી નોટો હતી, જેને તે બજારમાં વટાવવાની ફિરાકમાં હતો.

LCBની ટીમે તુરંત કાર્યવાહી કરી આરોપીને શંકાના આધારે અટકાયતમાં લીધો અને તેની તલાશી લીધી. તલાશી દરમિયાન આરોપી પાસેથી 343 નકલી ₹200ની નોટો, અસલ ₹200ની 2 નોટો, ₹100ની 4 નોટો, એક રેડમી કંપનીનો મોબાઇલ ફોન તેમજ એક્સેસ મોપેડ મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 55,800 થાય છે.પોલીસે આરોપી અજય બુધેલીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગરમાં સિહોરના ગૌતમેશ્વર તળાવમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો