india news/ અમદાવાદ પ્લેન ક્રેશમાં નવો વળાંક: કાર્તિ ચિદમ્બરે નવા પુરાવાનો દાવો કરી ફરી તપાસની માંગ

અમદાવાદ એર ઇન્ડિયા AI-171 પ્લેન ક્રેશ (Plane Crash) મામલે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદંબરે નવા પુરાવાનો દાવો કરી ફરી તપાસ અને પારદર્શિતાની માંગ કરી છે.

NATIONAL India
Plane Crash

Ahmedabad Plane Crash New Evidence : અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયા પ્લેન ક્રેશ (Plane Crash) મામલે હવે નવા પુરાવા સામે આવ્યા હોવાનો દાવો કોંગ્રેસના સાંસદ કાર્તિ પી. ચિદમ્બરે કર્યો છે. તેમણે આ મુદ્દે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂને પત્ર લખી નવી માહિતીના આધારે ફરી તપાસ કરવાની માંગ કરી છે.

કાર્તિ ચિદમ્બરે જણાવ્યું છે આ દુર્ઘટનાથી જોડાયેલા કેટલાક નવા અને મહત્વપૂર્ણ ઇનપુટ્સ શેર કરવામાં આવ્યા છે. આ માહિતી આગળની કાર્યવાહી માટે મંત્રાલયને મોકલવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ, ઘટનાની ગંભીરતા અને મોટા પ્રમાણમાં થયેલા જાનહાનિના કારણે આ નવા પુરાવાની ઊંડાણપૂર્વક તપાસ અત્યંત જરૂરી બની ગઈ છે.

Plane Crash

Plane Crash મામલે નવી માહિતી સામે આવી

5 જાન્યુઆરીના રોજ લખેલા પત્રમાં ધારાસભ્ય કાર્તિ ચિદમ્બરે સરકારને  એર ઇન્ડિયા પ્લેન ક્રેશ (Plane Crash)ની તપાસ અંગે વર્તમાન સ્થિતિ વિશે સ્પષ્ટીકરણ માંગતા પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસ પછી કેટલીક નવી જાણકારી અને જરૂરી ઈનપુટ સામે આવ્યા છે, જેને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે. ચિદમ્બરમના જણાવ્યા મુજબ, તેમના કાર્યાલયને મળેલી માહિતી સરકાર સુધી પહોંચાડવામાં આવી રહી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, ઘટનાની ગંભીરતા અને નુકસાનને જોતા સરકાર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવી જરૂરી છે.

Plane Crash

આ અંગે કાર્તિ ચિદમ્બરમે 2 સવાલ પૂછ્યા છે

કાર્તિ ચિદંબરે મંત્રાલયને પત્ર મારફતે કેટલાક મહત્વના પ્રશ્નો પણ પૂછ્યા છે. જેમાં મુખ્યત્વે આ બાબતોનો સમાવેશ થાય છે:

  • શું નવી માહિતીના આધારે કોઈ વધારાની તપાસ, સમીક્ષા અથવા ફરીથી મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે?
  • શું કોઈ નવી સમિતિ, નિષ્ણાત જૂથ અથવા દેખરેખ મકેનિઝમની રચના કરવામાં આવી છે?

પત્રના અંતમાં કાર્તિ ચિદંબરે પારદર્શિતા અને જવાબદારી પર ભાર મૂકતાં કહ્યું કે, “જાહેર વિશ્વાસ જળવાઈ રહે તે માટે તપાસના તારણો સાથે સંપૂર્ણ અને અપડેટેડ સ્ટેટસ રિપોર્ટ રેકોર્ડ પર મૂકવામાં આવે તેવી મારી વિનંતી છે.”

Plane Crash

ઉલ્લેખનીય છે કે 12 જૂન 2025ના રોજ અમદાવાદ થી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI-171 ટેકઓફ બાદ થોડા જ ક્ષણોમાં ક્રેશ થઈ ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં કુલ 260 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો અને ત્યારથી આ કેસની તપાસ પર સતત પ્રશ્નો ઉઠતા રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં, સુરક્ષાને ધ્યાને લઈને 13 બિલ્ડીંગો તોડાશે

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ : સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસનો હેતુ કારણ શોધવાનો, ભવિષ્યની સલામતીનો છે, દોષારોપણનો નહીં

આ પણ વાંચો: એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં 8 મહિનાનું શિશુ માતાની હિંમતથી બચી ગયું