Bengaluru News/ બેંગલુરુની PES યુનિવર્સિટીમાં વિવાદ, પ્રોફેસરે વિદ્યાર્થીને કરી અપમાનજનક ટિપ્પણીઓ

બેંગલુરુની PES University માં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થી સામે અપમાનજનક અને સંવેદનશીલ ટિપ્પણીઓ કરવાના આરોપ બાદ વિવાદ ઉગ્ર બન્યો. વીડિયો વાયરલ થતા યુનિવર્સિટીએ પ્રોફેસરને સસ્પેન્ડ કર્યો.

India Trending
PES Universityમાં અપમાનજનક ટિપ્પણીઓ બાદ પ્રોફેસર સસ્પેન્ડ

Bengaluru News: બેંગલુરુની PES University માંથી એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેમાં એક પ્રોફેસર પર વર્ગખંડ દરમિયાન વિદ્યાર્થી સામે અપમાનજનક અને ધાર્મિક રીતે સંવેદનશીલ ટિપ્પણીઓ કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.

શું છે સમગ્ર મામલો?

માહિતી મુજબ, એક વિદ્યાર્થીએ ક્લાસ દરમિયાન થોડા સમય માટે બહાર જવાની પરવાનગી માગી હતી. આ દરમિયાન પ્રોફેસરે તેને વર્ગખંડમાં જ તીવ્ર શબ્દોમાં ઠપકો આપ્યો હતો. આરોપ છે કે આ ઠપકામાં વ્યક્તિગત તેમજ ધાર્મિક ટિપ્પણીઓ પણ કરવામાં આવી.

વીડિયો વાયરલ થતાં ઉગ્ર પ્રતિક્રિયા

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં પ્રોફેસરનો આક્રમક અંદાજ જોવા મળે છે, જેના કારણે PES Universityના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. વિદ્યાર્થીઓએ આ વર્તનને અયોગ્ય ગણાવી વિરોધ વ્યક્ત કર્યો છે. આ મામલે NSUI દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંગઠને પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

PES Universityની કાર્યવાહી

ઘટનાને ગંભીરતાથી લેતા યુનિવર્સિટી પ્રશાસને પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સંબંધિત પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:રાજ્યની 8 યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સામે તપાસનો આદેશ, ઉચ્ચ શિક્ષણ વિભાગની કાર્યવાહી

આ પણ વાંચો:દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 21મો પદવીદાન સમારોહ યોજાયો

આ પણ વાંચો:ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મહિલાઓ સાથે છેડતી, હુમલાના ગંભીર આક્ષેપો