Gandhinagar News/ ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં મહિલાઓ સાથે છેડતી, હુમલાના ગંભીર આક્ષેપો

ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં (Childrens University) મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓ સાથે અશોભનીય વર્તન અને ઝેર આપવાના પ્રયાસ જેવા ગંભીર આક્ષેપો થયા. પ્રોફેસરહેમાંગી મહેતાએ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ કરવાની માંગ કરી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Childrens University

Gandhinagar News:ગુજરાતની પ્રતિષ્ઠિત ચિલ્ડ્રન યુનિવર્સિટીના કેમ્પસમાં મહિલા અધ્યાપકો અને વિદ્યાર્થિનીઓ સાથે અશોભનીય વર્તનના આક્ષેપોના મામલે તીવ્ર વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટીના (Childrens University) સિનિયર મહિલા પ્રોફેસર ડો. હેમાંગી મહેતાએ સોશિયલ મીડિયા મારફતે હોદ્દેદારોને આ બાબતે જાગૃત કરતાં યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.મહિલાઓને મળેલી ફરિયાદોમાં પાણીની બોટલમાં ઝેરી પદાર્થ લગાડવો, ખોરાકમાં ઝેર ભેળવવાનો પ્રયાસ, રસ્તા પર વાહનો આડાં મૂકી અકસ્માત કરવાનો પ્રયાસ જેવા ગંભીર આરોપો સામેલ છે.

કેમ્પસમાં મહિલાઓ સાથે અશોભનીય વર્તનના આક્ષેપ

ડો. હેમાંગી મહેતાએ જણાવ્યું કે, કેમ્પસના રસ્તાઓ પર કેટલાક પુરુષો અશોભનીય વર્તન કરતા હોવાની તથા મુખવાસમાં સાવરણાની સળીઓ નાખવામાં આવતી હોવાની પણ ફરિયાદો મળી છે. આ બધી ઘટનાઓને લઈને તેમણે યુનિવર્સિટીના (Childrens University) સત્તાધીશોને તાત્કાલિક તપાસ કરવા અપીલ કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે, અગાઉ પણ મહિલાઓની આવી રજૂઆતોને આંતરિક કમિટી દ્વારા દબાવી દેવામાં આવી હતી, જેનાથી આ વખતે વધુ ગંભીરતાથી કાર્યવાહી થાય તે જરૂરી છે.

યુનિવર્સિટીના (Childrens University) કુલપતિની પ્રતિક્રિયા 

યુનિવર્સિટીના કુલપતિ ટી.એસ. જોશીએ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું, “મારી પાસે પ્રત્યક્ષ કોઈ ફરિયાદ આવી નથી, પરંતુ મહિલા પ્રોફેસરની રજૂઆતના આધારે મહિલા સતામણી સમિતિને આક્ષેપોની તપાસ કરવા સૂચના આપી છે. નિયમ મુજબ કાર્યવાહી કરાશે.” તેમણે વધુમાં જણાવ્યું કે કેમ્પસમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે અને સમિતિ તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ રજૂ કરશે.
ડો. હેમાંગી મહેતાએ યુનિવર્સિટીના (Childrens University) આંતરિક મામલા તરીકે જોવા છતાં રાજ્ય સરકારની તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું, “આ યુનિવર્સિટીનો આંતરિક મામલો છે.

આ બાબતમાં હોદ્દેદારોનું ધ્યાન દોરવામાં આવ્યું છે. અધિકારીઓ તથા સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે અને નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.”તેમણે ચેતવણી પણ આપી છે કે જો તથ્ય સામે આવશે તો આ મામલો રાજ્ય મહિલા આયોગ તથા રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ પહોંચી શકે છે. આવા આક્ષેપો કેમ્પસની સુરક્ષા અને મહિલા અધ્યાપકોની માનસિક શાંતિ માટે ગંભીર ચિંતાનો વિષય છે.


આ પણ વાંચો:ગુજરાતમાં છે એવી યુનિવર્સિટી જ્યાં યુવાનો સાથે ભણે છે “ભૂલકાઓ”

આ પણ વાંચો:ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર

આ પણ વાંચો:રાજ્યમાં પ્રથમવાર એથ્લેટિક્સ મીટનું આયોજન, 11 લાખ રૂપિયાની ઈનામી સ્પર્ધા યોજાશે