ફરિયાદ/ ઇલેકટ્રીક સ્કૂટર ખરીદતા પહેલા વિચારજો,Ola સ્કૂટરના બે ટુક્ડા થઇ ગયા,જાણો

ઓલા સ્કૂટર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે એક યુઝરે આ ઈલેક્ટ્રીક સ્કૂટરની બોડીના બે ટુકડા થયાની ફરિયાદ કરી છે. જે બાદ ટ્વિટર પર આવી ફરિયાદોની ભરમાર થઇ હતી

Top Stories India

ઓલા સ્કૂટર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે એક યુઝરે આ ઈલેક્ટ્રીક સ્કૂટરની બોડીના બે ટુકડા થયાની ફરિયાદ કરી છે. જે બાદ ટ્વિટર પર આવી ફરિયાદોની ભરમાર થઇ હતી. આ પહેલા પુણેમાં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતો વીડિયો વાયરલ થયો હતો, જેના પર સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર લોકો લાંબા સમયથી ઓલાના સોફ્ટવેર તેમજ સ્પીડ, રિવર્સ મોડ અને અન્ય સુવિધાઓની સમસ્યા અંગે ફરિયાદ કરી રહ્યા છે.

ટ્વિટર પર શ્રીનાધ મેનન નામના યુઝરે ઓલા સ્કૂટરના બે ટુકડા થવાની ફરિયાદ કરી હતી. તેણે પોતાના ટ્વીટમાં ઓલા ઈલેક્ટ્રીક અને કંપનીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલને પણ ટેગ કર્યા છે. આ પોસ્ટમાં, કાળા રંગના ઓલા સ્કૂટરનું આગળનું વ્હીલ તૂટતું જોઈ શકાય છે. યુઝરે પોતાની પોસ્ટ સાથે લખ્યું છે,ઓછી સ્પીડમાં ડ્રાઇવિંગ કરવા છતાં આ સ્કૂટરનો આગળનો ભાગ તૂટી ગયો. હવે આપણે આ ગંભીર અને ખતરનાક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અમે આ સ્કૂટરને રિપ્લેસમેન્ટ ઈચ્છીએ છીએ. તેની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવા માંગીએ છીએ, જેથી કરીને હલકી ગુણવત્તાવાળા મટિરિયલના કારણે થતા માર્ગ અકસ્માતમાં આપણો જીવ બચાવી શકાય.

મેનનની પોસ્ટ પછી, સોશિયલ મીડિયા પર ઓલા સ્કૂટર તૂટી જવાની ફરિયાદોથી ભરાઈ ગયું હતું. એક પછી એક યુઝર્સે કંપનીના સ્કૂટરની ક્વોલિટી વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને સ્કૂટરના બે ટુકડા થઈ ગયાની ફરિયાદ પણ શરૂ કરી.