11 ઓગસ્ટે રાજ્યસભામાં હંગામો કરવા બદલ અધ્યક્ષ વેંકૈયા નાયડુ દ્વારા 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્શન રદ કરવા માટે વિપક્ષી નેતાઓએ સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. જેમાં કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ભાગ લીધો છે.
Delhi | Congress MP Rahul Gandhi among opposition MPs protesting against the suspension of 12 opposition members of Rajya Sabha pic.twitter.com/98Ssz5RJt8
— ANI (@ANI) December 1, 2021
આ પણ વાંચો – રાહતનાં સમાચાર / દિલ્હીવાસીઓને CM કેજરીવાલની ભેટ, પેટ્રોલ કર્યુ 8 રૂપિયા સસ્તું
તૃણમૂલ કોંગ્રેસનાં સસ્પેન્ડ કરાયેલા રાજ્યસભા સાંસદો ડોલા સેન અને શાંતા ચેત્રી સિવાય, અન્ય તમામ સસ્પેન્ડેડ સાંસદો બુધવારે સંસદ પરિસરમાં તેમના સસ્પેન્શનનાં વિરોધમાં ધરણા પર બેઠા હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર સત્ર દરમિયાન બન્ને સાંસદો દરરોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ધરણા પર બેસશે. આ પ્રદર્શન સોમવારથી શુક્રવાર સુધી ચાલશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ધરણા પ્રદર્શન દરમિયાન અન્ય સસ્પેન્ડેડ સાંસદો પણ ત્યાં પહોંચશે અને તેમના પર સસ્પેન્શન પાછું ખેંચવા માટે દબાણ કરશે. TMC સાંસદ ડોલા સેને કહ્યું, “સાંસદોનું સસ્પેન્શન તેમના ઘમંડ દર્શાવે છે જે બહુમતીમાં છે. જ્યારે તેઓ વિપક્ષમાં હતા ત્યારે તે લોકો સંસદની કાર્યવાહીમાં પણ અવરોધ ઉભો કરતા હતા. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા ધરણા ચાલુ રહેશે.”
The suspension of MPs shows the arrogance of those in the majority. When they were in opposition they also used to disrupt Parliament proceedings. We will continue our 'dharna till the time we don't get justice: Dola Sen, TMC MP who has been suspended from the Winter session pic.twitter.com/oEcwZt97WH
— ANI (@ANI) December 1, 2021
આ પણ વાંચો – Vaccination / અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ
આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સસ્પેન્શનનો વિરોધ કરી રહેલા સાંસદોને સમર્થન આપવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે પાર્ટીનાં વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય ઘણા નેતાઓ પણ જોવા મળ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે કહ્યું, “અમે માંગ કરીએ છીએ કે રાજ્યસભાનાં તમામ 12 સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવે. અમે બેઠક યોજીને ભવિષ્યની રણનીતિ નક્કી કરીશું.
We are demanding the revocation of suspension of 12 Opposition members of the Rajya Sabha. We will hold a meeting and decide the future course of action: Leader of Opposition Rajya Sabha, Mallikarjun Kharge pic.twitter.com/QjAUpiyJGd
— ANI (@ANI) December 1, 2021
આ અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કેન્દ્ર સરકારે સમજવું જોઈએ કે દેશનાં અન્ય લોકોનો પણ અવાજ સાંભળવો પડશે. સંસદ ચર્ચા માટે છે. તમારે લોકોને તેમના પોતાના મંતવ્યો રાખવાની મંજૂરી આપવી પડશે. આ રીતે જ હવે લોકશાહી સંસદ ચાલી શકે છે.
Centre has to realize that in this country other voices deserve to be heard. Parliament is for debate & discussion, you've to allow people to express their views, only then can you truly run a democratic Parliament: Congress MP Shashi Tharoor on suspension of 12 Rajya Sabha MPs pic.twitter.com/6vEMCW9OZy
— ANI (@ANI) December 1, 2021
આપને યાદ અપાવીએ કે, આ 12 સાંસદોને ઓગસ્ટ મહિનામાં ચોમાસુ સત્ર દરમિયાન સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ તમામ સાંસદો પર રાજ્યસભામાં ભારે હંગામો મચાવવા અને માર્શલો સાથે મારપીટ કરવાનો આરોપ હતો. આ સત્રમાં વીમા બિલ પર ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. સાંસદોએ કાગળો ફાડી નાખ્યા હતા, મારામારી થઈ હતી. હંગામો એટલો વધી ગયો હતો કે માર્શલને પણ બોલાવવા પડ્યા હતા. TMC ની મહિલા સાંસદે પણ માર્શલ સાથે અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો. આ હંગામા બાદ બન્ને ગૃહો બે દિવસ પહેલા મુલતવી રાખવામાં આવ્યા હતા.
