Not Set/ મિશન લોકસભા 2019,કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે

ભાવનગર, લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં વધુમાં વધુ બેઠક હાંસલ કરવા માટે કોંગ્રેસે પણ કમર કસી દીધી છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં સભા સંબોધવાના છે. રાહુલ ગાંધી ભાવનગરના મહુવામાં જનસભા સંબોધવાના છે. મહુવાના આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે બે કલાકે આ જનસભાનું આયોજન કરવામા આવ્યું છે. […]

Top Stories Gujarat Others Trending

ભાવનગર,

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં વધુમાં વધુ બેઠક હાંસલ કરવા માટે કોંગ્રેસે પણ કમર કસી દીધી છે. ચૂંટણી પ્રચારના ભાગરૂપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં સભા સંબોધવાના છે. રાહુલ ગાંધી ભાવનગરના મહુવામાં જનસભા સંબોધવાના છે. મહુવાના આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે બે કલાકે આ જનસભાનું આયોજન કરવામા આવ્યું છે. રાહુલ ગાંધીની આ જનસભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી શકે છે. આ ઉપરાંત 18મી એપ્રિલે જૂનાગઢના વંથલી અને ભૂજમાં રાહુલ ગાંધીની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.