- ભારત બાયોટેક દ્વારા કરાઇ મોટી જાહેરાત
- કોવેક્સિનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડશે
- કોવેક્સિન છે કોરોના સામેની અક્સીર રસી
- માંગમાં ધીમે ધીમે ઘટાડો દેખાતા કંપનીનો નિર્ણય
- દેશના વિવિધ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં પ્રોડક્શન ઘટાડાશે
વિશ્વ સહિત ભારતમાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે, હાલ દેશમાં કોરોના કેસમાં ધરખમ ઘટાડો થયો છે અને ભારતના લગભગ 95 ટકા રાજ્યોએ કોવિડ પરના પ્રતિબંધ હટાવી લીધા છે. દેશમાં કોરોના રસીના ઉત્પાદન કરતી બાયોટેક દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ભારતના બાયોટેકે કરી મોટી જાહેરાત હવે કોવેક્સિનનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડશે. આ રસી કોરોના સામે અકસીર સાબિત થઇ હતી. કોરોના સામે કોવેક્સિનની રસીની ખુબ માંગ હતી હાલમાં પણ પહેલી પસંદગી કોવેક્સિન રસીને જ પ્રાધાન્ય આપે છે. આ રસીની માંગમાં ધીમે ધીમે ઘટાડો નોંધાતા કંપનીએ આ નિર્ણય લીધો છે.
દેશના વિવિધ મેન્યુપેકચરિંગ યુનિટમાં પ્રોડકશન ક્રમશ ઘટાડશે, હાલ દેશમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો થયો છે. અને 185 કરોડથી વધુ ભારતીય નાગરિકોને રસી આપી દેવામાં આવી છે.
