નવી દિલ્લી,
IPL 2019ની પ્રથમ જીત બાદ વિરાટે પત્ની અનુષ્કા માટે કહી આ વાત કે અમારા લગ્નને એક વર્ષ થઈ ચૂક્યું છે અને મારા જીવનમાં જે સૌથી સારી બાબત થઈ તે અનુષ્કા સાથેના લગ્ન છે.
IPL 2019, RCBvsKXIP ના રમતના પ્રભાવમાં અનુશ્કાની અસર વિશે વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે અમારા લગ્નને એક વર્ષ થઈ ચૂક્યું છે અને મારા જીવનમાં જે સૌથી સારી બાબત થઈ તે અનુષ્કા સાથેના લગ્ન છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૂકાની વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સની ભાગીદારી તથા અન્ય ખેલાડીઓના સમર્થનમાંઆખરે આઇપીએલની આ સિઝનમાં આરસીબીને કિંગ્સ ઇલેવન પંજાબ સામે પ્રથમ જીત પ્રાપ્ત થઈ છે. આ તકે બોલતા વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમે લાંબી ભાગીદારી કરવા સક્ષમ છીએ.. અમે એક જેવું જ રમીએ છીએ. અને એકબીજાન સારી રીતે જાણીએ છીએ.
આઇપીએલના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે ડિવિલિયર્સ સાથે બેટિંગ કરવી હંમેશાં સુખદ અનુભવ છે. કઇ પણ કહ્યા વિના અમે ગેમ વિશે ઘણું જાણીએ અને સમજીએ છીએ. મેદાન પર અમે સાથે હતા તેનો લાભ મળ્યો અને અમારા પક્ષમાં માહોલ બન્યો હતો.
વિરાટની રમત પર પત્ની અનુષ્કાના પ્રભાવ અંગેના સવાલમાં વિરાટે કહ્યું હતું કે અમારા લગ્નને એક વર્ષ થઈ ચૂક્યું છે અને મારા જીવનમાં જે સૌથી સારી બાબત થઈ તે અનુષ્કા સાથેના લગ્ન છે. જે મારા જીવવની સૌથી સારી બાબત છે તેણે મારી દુનિયા બદલી નાંખી છે.મારી પાસે દુનિયાની સૌથી સારી પત્ની, સૌથી સુંદર વ્યક્તિ અને મજબૂતી આપનારી વ્યક્તિ છે.
તેણે કહ્યું કે પહેલા હું દરેક સમયે તણાવમાં રહેતો હતો. પરંતુ અનુષ્કાએ મને મોટીવેટ કર્યો મને આનંદ છે કે મારા માઇન્ડસેટને સમજનારી વ્યક્તિ મારી પાસે છે.
