મુંબઈ
ટીવી શો ‘યે હૈ મોહબ્બતે’માં નીલૂના રોલમાં જોવા મળી એક્ટ્રેસ નીરૂ અગ્રવાલનું અવસાન થયું છે. શો સાથે જોડાયેલા નિકટના સુત્રોના જણવ્યા મુજબ નીરૂ છેલ્લા 4 દિવસથી તાવથી પીડિત હતી અને મંગળવારે સવારે તેઓ બાથરૂમમાં પડી ગયા હતા. ત્યાર પછી તેમને હોસ્પિટલ લઇ જાય તે પહેલા તેમનું નિધન થઇ ચુક્યું હતું.
આ શોના સ્ટારકાસ્ટે નીરૂના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ખુબ જ નાની વય નીરૂના નિધનથી એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ઘણી દુઃખી છે. તેઓએ સોશિયલ મીડિયામાં નીરૂ માટે ઈમોશનલ પોસ્ટ લખીને શેર કરી છે.

દિવ્યાંકાએ લખ્યું કે ‘જયારે તમે અચાનક ચાલ્યા ગયા છો તો હું આપણી જૂની વાતોને યાદ કરી રહી છું. તમારી ગોલ્ડ જ્વેલરી, તમારા 2 બાળકોના વિશે. હું તમારા અવાજમાં ગર્વ મહેસુસ કરુ છું. કાશ તમે તમારી પુત્રી અને તેમના સાથે વધારે સમય પસાર કરી શકતા. કાશ એ દિવસે હું તમારા સાથે વધારે વાત કરીતી.
Neelu (Neeru),
When you are gone so suddenly, I am remembering our last few conversations…about your favorite gold jewellery, your two sons and one of them had a boxing bout. I could… https://t.co/N1ajhaRzcH— Divyanka T Dahiya (@Divyanka_T) October 2, 2018
એક્ટ્રેસે આગળ લખ્યું કે ‘તમારા અચાનક જતા રહેવાથી મને એ અહેસાસ થયો છે કે જિંદગી એકલી નાની છે. કાશ હું તમને કહી શક્તિ કે તમે એકલું મહત્વ ધરાવો છો. ભગવાન તમારી આત્માને શાંતિ આપે..
RIP Neelu 😞 u will be missed 💔 https://t.co/KfhhSlue7A
— Aly Goni (@AlyGoni) October 2, 2018
દિવ્યાંકાના સિવાય કરણ પટેલ અને એલી ગોનીએ પણ એક્ટ્રેસના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. આપને જાણવી દઈએ કે નીરૂ રનમ અને ઈશિતાના ઘરે નોકરાણીની ભૂમિકા ભજવી રહી હતી. મહત્વનું છે કે સીરીયલની શરૂઆતથી જ નીરૂ શોનો ભાગ રહી છે તેમને 2 દીકરા અને 1 દીકરી છે.

