શનિવારે ડાયમંડ ઓવલ મેદાન પર રમાયેલી અંડર-19 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ત્રણ વખતની વિજેતા ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે હરાવ્યુ છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ઓસ્ટ્રેલિયાને 35.4 ઓવરમાં 179 રનમાં ઢેર કરી દીધું હતું. આ સરળ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તેને કોઇ મુશ્કેલી પડી નહોતી પરંતુ 46 ઓવરમાં સાત વિકેટ ગુમાવ્યા બાદ તેણે આ લક્ષ્ય હાંસલ કર્યું હતું.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી નયીમ યંગે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. તેણે 69 બોલનો સામનો કર્યો હતો અને છ ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. મેથ્યુ ફોર્ડે 23, લિયોનાદ્રે જુલેને 20 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી તન્વરી સાંઘાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયન બેટિંગમાં પણ સંઘર્ષ કરતુ જોવા મળ્યુ હતુ. ફ્રેસર મૈક્ગર્કે તેના માટે સર્વોચ્ચ 84 રન બનાવ્યા અને થોડુ માન બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ બીજો કોઈ પણ બેટ્સમેન તેની જેમ ઇનિંગ્સ રમી શક્યો નહીં. ફ્રેઝરે 97 બોલનો સામનો કર્યો અને નવ ચોક્કા ફટકાર્યા હતા. નીચલા ક્રમમાં, પેટ્રિક રોવે 40 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતુ.
His 61 helped West Indies recover from 92/5 to claim a brilliant victory over Australia.
Nyeem Young is today's @oppo Shotmaker!#U19CWC pic.twitter.com/tYpwC2gEmj
— ICC (@ICC) January 18, 2020
વેસ્ટ ઇન્ડીઝનાં બોલરોએ જેડન સીલ્સનાં નેતૃત્વમાં સારું પ્રદર્શન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયાને સમ્માનજનક સ્કોર સુધી પહોચવા દીધુ ન હતુ. સીલ્સે ચાર વિકેટ લીધી, ફોર્ડે પણ ત્રણ વિકેટ ઝડપી હતી. મેચમાં યંગને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
