Not Set/ મુંબઈ મેરેથોન/ એક વયોવૃદ્ધ દોડવીરનું ચાલુ દોડે મોત, જાણો કેવી રીતે

મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યા આજે સવારે મેરેથોન 2020 માં ભાગ લેવા આવેલા 64 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું, 64 વર્ષિય ગજાનન મલ્જાલકર રવિવારે મુંબઇ મેરેથોન 2020 માં દોડી રહ્યા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તે મૃત્યુ પામ્યા હતા. તે સિનિયર સિટીઝન કેટેગરીમાં દોડી રહ્યા હતા […]

Top Stories India

મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યા આજે સવારે મેરેથોન 2020 માં ભાગ લેવા આવેલા 64 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું, 64 વર્ષિય ગજાનન મલ્જાલકર રવિવારે મુંબઇ મેરેથોન 2020 માં દોડી રહ્યા હતા, ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તે મૃત્યુ પામ્યા હતા.

Image result for मुंबई मैराथन

તે સિનિયર સિટીઝન કેટેગરીમાં દોડી રહ્યા હતા અને લગભગ 4કિ.મી. દોડ્યા પછી તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક બોમ્બે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. મેરેથોનમાં ભાગ લેનારા અન્ય બે લોકોને પણ હાર્ટ એટેક આવ્યા હતા, ત્યારબાદ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક, 40 વર્ષીય હિમાંશુ ઠક્કરની સારવાર ચાલી રહી છે, જ્યારે અન્ય વ્યક્તિને રજા આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, હાફ મેરેથોન રવિવારે સવારે 5.15 વાગ્યે શરૂ થઈ હતી, જેમાં પુરુષ વર્ગમાં ડેરારા હરિસાએ જીત મેળવી હતી, જ્યારે અયેલે એબ્સેરો બીજા સ્થાને રહ્યો હતો અને બિરહાનૂ ટેશોમ ત્રીજા સ્થાને રહ્યો હતો, આ મેરેથોનમાં છ લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવ્યુ છે. જણાવી દઇએ કે, મહિલા વર્ગમાં અમાને બેરિસો પ્રથમ, રોડા જેપકોરિર બીજા અને હૈવન હાઇકૂ ત્રીજા સ્થાને રહી હતી. આ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 17મી મુંબઈ મેરાથોનને ગ્રીન સિગ્નલ આપ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.