Ahmedabad News:જાહેર આરોગ્યને લઈને ખાણી-પીણીના નાના-મોટા એકમોમાં ચાલી રહેલી ચબુક્કામી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે જાન્યુઆરી મહિનામાં વ્યાપક તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરી છે. ખાસ કરીને પાણીપુરીની લારીઓ અને અન્ય ખાદ્ય એકમોમાં અપ્રમાણિત અને હાનિકારક તત્વોના ઉપયોગ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં પાણીજન્ય અને ખાદ્યજન્ય રોગોના કેસ વધી રહ્યા છે તેવી ચિંતા વચ્ચે આ પગલાં લેવાયા છે.

AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાંથી પાણીપુરીની કુલ 1,319 લારીઓ પરથી પાણી, રગડા અને માવાના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓની તપાસમાં મોટા ભાગમાં હાનિકારક (નોન-પરમિટેડ) ફૂડ ગ્રેડ કલર તેમજ અન્ય અસ્વચ્છ તત્વો મળી આવ્યા હતા. આ કારણોસર આવી અનેક લારીઓને તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવી છે અને સંબંધિત વિસ્તારોના એસ્ટેટ તથા હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના નિયમો અનુસાર હાથ ધરાયેલી તપાસમાં 10 જેટલા એકમોમાંથી લેવાયેલા નમૂનાઓ અપ્રમાણિત જાહેર થયા છે. આમાં પનીર, બટર, ઘી, ગોળ, લીલી ચટણી અને પાત્રા જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. AMCના ફૂડ વિભાગના અધિકારી અનુસાર “આ તમામ એકમોને નોટિસ જારી કરવામાં આવી છે અને FSSAI એક્ટ હેઠળ કોર્ટમાં કેસ દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.”
AMC દ્રારા અપ્રમાણિત જાહેર કરેલા કેટલાક એકમોના નામ
એકમોના નામ |
ખાદ્ય પદાર્થો |
હોર કિદાન ફૂડ્સ પ્રા. લિ., નવરંગપુરા |
પનીર, ગોળ |
ક્રિષ્ના મિલ્કસ, વસ્ત્રાલ |
ફ્રાઈમ્સ |
કેપી સુપર માર્કેટ, નિકોલ |
|
રામદેવ ડ્રાયફ્રૂટ્સ, મણિનગર |
|
જૈન ચવાણા માર્ટ, નરોડા |
લો ફેટ પનીર |
રાત્રે ડેરી પાર્લર, શાહીબાગ |
લીલી હળદર, પાત્રા |
જય અંબે પાત્રા હાઉસ, કૃષ્ણનગર |
લીલી ચટણી |
શ્રીરામ ચોરાફળી, ઈન્દ્રપુરી |
|
બાલાજી પૌઆ હાઉસ, અમરાઈવાડી |
લીલી ચટણી |
જીપીએમસી એક્ટ અંતર્ગત નિકોલ વિસ્તારના દાસ ખમણ, ઉસ્માનપુરાના સવાઈભોજ મહારાજ, બહેરામપુરાના શૈલેષની પાણીપુરી અને જુહાપુરાના અફઝલ અહેમદભાઈ ઝવેરીના એકમોને સીલ કરવામાં આવ્યા છે.
કુલ તપાસ કરાયેલા એકમો
એકમો |
આકડા |
કુલ તપાસ કરાયેલા એકમો |
1,485 |
નોટિસ પ્રાપ્ત એકમો |
523 |
લાગુ કરાયેલો દંડ |
5.73 લાખ રૂપિયા |
અસ્વચ્છ ખાદ્ય પદાર્થોનો નાશ |
1,126 કિલો અને 1,318 લીટર |
શિયાળુ પાક અને બટર, દૂધ-દૂધની બનાવટો, બેકરી પ્રોડક્ટ્સ, ચોકલેટ-સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી, મીઠાઈ-જલેબી, ઊંધિયુ, નમકીન, બેસન-લોટ-મેંદો-અનાજ, ખાદ્ય તેલ, ઠંડા પીણાં અને મસાલામાં પણ અપ્રમાણિત તત્વો મળ્યા છે.
આ પણ વાંચો:રાજ્યવ્યાપી દરોડામાં રૂ. 41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો
આ પણ વાંચો:રાજકોટમાં ખાદ્યપદાર્થોની ચકાસણી ઝુંબેશઃ બે ડેરી નિષ્ફળ
આ પણ વાંચો:આ ખાદ્યપદાર્થોના સેવનથી યુરિક એસિડ વધી શકે છે, ભૂલથી પણ તેને તમારા આહારમાં સામેલ ન કરો
