Dahod News: સરકારના આટલા બધા કાયદા અને અનેક જોગવાઈઓ છતાં પણ સ્ત્રી પ્રત્યેની હિંસા અટકવાનું નામ લેતી નથી. દાહોદ જિલ્લાના ફતેપુરાના રૂપાખેડા ગામમાં બનેલી ઘટનામાં ફક્ત જમવાનું બનાવવા જેવી બાબતે થયેલી તકરારમાં પતિએ પત્નીની હત્યા કરી હતી. આટલી વાતમાં હિંસક પ્રાણી બની ગયેલા પતિએ તેની પત્નીની પાવડાના પ્રહારો મારીને હત્યા કરી હતી. પતિએ પત્નીને માથા અને ગળાના ભાગે પાવડાના ઘા ઝીંક્યા હતા.

આટલું જ નહીં આરોપી પતિ જ્યારે તેની પત્નીને મારી રહ્યો હતો ત્યારે તેને બચાવવા પડેલા ગામના બીજા ત્રણ પર પણ તેણે હુમલો કર્યો હતો અને આ ત્રણેયને પણ પાવડાના ઘા વાગ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આરોપી પતિ પત્નીની હત્યા કરીને ભાગી ગયો હતો. સુખસર પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. પત્નીને તાત્કાલિક 108માં લઈ જઈને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ઘટના સ્થળના ડોક્ટરે તેને મૃત્યુ પામેલી જાહેર કરી હતી. પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

પોલીસે આરોપી પતિને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. તેની સામે મનુષ્યવધના ગુનાની કલમ 302 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તે નિશ્ચિત છે. પોલીસ સોમવારે કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ માંગશે તેમ માનવામાં આવે છે. હાલમાં તો જમવાનું બનાવવાનો જ ઝગડો મુખ્ય કારણ છે, પરંતુ પોલીસ આ સિવાયની કોઈ બાબત છે કે નહીં તે ચકાસી રહી છે. કોઈ જૂનો ઝગડો થયો છે, અગાઉ બંને વચ્ચે કેવા ઝગડા થતા હતા તે પ્રકારનો ઇતિહાસ પણ પોલીસ ચકાસવા માંડી છે. આને લઈને પડોશીઓથી લઈને નજીકના સગાસંબંધીઓની પૂછપરછ પણ પોલીસે આદરી છે.
આ પણ વાંચો: /લ્યો બોલો પતિએ કરી પત્નીની હત્યા,પ્રાઈવેટ પાર્ટ પર કર્યો એવો હુમલો કે આંતરડાં બહાર આવી ગયાં
આ પણ વાંચો: વડોદરામાં અઢી માસના લગ્નજીવમાં પતિએ કરી પત્નીની હત્યા
આ પણ વાંચો: દહેજની લાલચમાં પતિએ કરી પત્નીની હત્યા
