Porbandar News/ પોરબંદરમાં 11 માસના બાળકનું અપહરણ નિષ્ફળ, ભીખ મંગાવવાના ઇરાદે અપહરણ કરનાર 4 આરોપી ઝડપાયા

પોરબંદરમાં 11 માસના બાળકનું ભીખ મંગાવવાના ઇરાદે અપહરણ (Porbandar Baby Kidnapping) કરાયું હતું. પોરબંદર પોલીસે માત્ર 4થી 5 કલાકમાં બાળકને સુરક્ષિત છોડાવી માતાને સોંપ્યો અને મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી.

Top Stories Gujarat Others Breaking News
Porbandar Baby Kidnapping: નિરાધાર માતાના બાળકનું અપહરણ કરનાર ગેંગ ઝડપાઈ

Porbandar News: પોરબંદરમાં એક હૃદયદ્રાવક ઘટનામાં માત્ર 11 માસના બાળકનું અપહરણ (Porbandar Baby Kidnapping) કરવામાં આવ્યું હતું. જો કે પોરબંદર પોલીસે ઝડપી કાર્યવાહી, ટેક્નિકલ સર્વેલન્સ અને વિવિધ ટીમોના સંકલિત ઓપરેશનના આધારે માત્ર ચારથી પાંચ કલાકમાં બાળકને સુરક્ષિત છોડાવી તેની માતાને સોંપી દીધો હતો. આ કેસમાં મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Porbandar Baby Kidnapping: નિરાધાર માતાની લાચારીનો ઉઠાવ્યો લાભ

પોલીસના જણાવ્યા અનુસાર, બાળકની માતા અત્યંત આર્થિક અને સામાજિક મુશ્કેલીઓમાં જીવન જીવી રહી છે. તેના પતિનું લગભગ એક મહિના પહેલા અવસાન થયું હતું અને સાસરી તેમજ પિયર પક્ષમાંથી પણ કોઈનો સહારો નહોતો.આ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માટે આરોપી ગેંગની મહિલા સભ્યે પહેલા માતા સાથે વાતચીત કરીને તેની સ્થિતિ જાણી હતી. ત્યારબાદ મોડી સાંજે મહિલા અને ત્રણ પુરુષો મળીને બાળકને માતા પાસેથી આંચકી ફરાર થઈ ગયા.

મદદ માટે ભટકતી માતા પોલીસ સુધી પહોંચી

ઘટના બાદ માતાએ આસપાસના લોકોને મદદ માટે અપીલ કરી હતી. આશરે 10થી 15 મિનિટ સુધી કોઈ મદદ ન મળતાં સ્થાનિકોની સલાહ અનુસાર તે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી.

Porbandar Baby Kidnapping: પોલીસની અનેક ટીમો બની એક્શનમાં

ફરિયાદ મળતાં જ પોરબંદર પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસમાં પોરબંદર LCB, વેરાવળ LCB, કીર્તિમંદિર પોલીસ, કમલાબાગ પોલીસ, ડી-સ્ટાફ તેમજ એસટી ડેપોના કર્મચારીઓ સહિતની અનેક ટીમોને કામે લગાડવામાં આવી હતી.બસ સ્ટેશન અને આસપાસના CCTV ફૂટેજની તપાસ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી મળી હતી. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ એસટી બસમાં બેસીને ભાગી રહ્યા હતા. ત્યારબાદ પોલીસે સમયસર બસનો પીછો કરીને બાળકને સુરક્ષિત છોડાવ્યો હતો.

ભીખ મંગાવવાનો હતો ઇરાદો

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે બાળકનું અપહરણ (Porbandar Baby Kidnapping) ભીખ મંગાવવાના ઇરાદે કરવામાં આવ્યું હતું. હાલ પોલીસ આ ગેંગ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધારી રહી છે.

ઝડપાયેલા આરોપીઓ

નરસી જીવા ભાટી (જૂનો MCR આરોપી)

કિશન જીવા ભાટી

સોમાભાઈ મોતીભાઈ ભાટી

સોનલબેન સોમાભાઈ ભાટી

તમામ આરોપીઓ હાલ પોરબંદર પોલીસની કસ્ટડીમાં છે.

પોલીસની અપીલ

પોરબંદર પોલીસે લોકોને અપીલ કરી છે કે નાના બાળકોને અજાણ્યા લોકોના ભરોસે ક્યારેય ન છોડવા જોઈએ. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે હિલચાલ જોવા મળે તો કાયદો હાથમાં લેવાના બદલે તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ.


આ પણ વાંચો:સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ

આ પણ વાંચો:અમદાવાદના મોટેરામાં ધોળા દિવસે સાસુની નજર સામેથી વહુનું અપહરણ

આ પણ વાંચો:અમરેલીમાં પ્રેમસંબંધનો ખૂની અંત: જાહેરમાં હુમલો, અપહરણ બાદ માતાની હત્યા