Amreli murder case: જિલ્લામાં રાજુલા તાલુકાના નીંગાળા ગામ નજીક નેશનલ હાઈવે પર એક દિલદહોળી દેતી ઘટના સામે આવી છે. પ્રેમસંબંધના વિવાદને કારણે યુવક અને તેની માતા પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો, જેમાં માતાનું મોત થયું છે જ્યારે યુવકને અપહરણ કરીને મારકૂટ કરવામાં આવી હતી.
Amreli murder case:માતાને કારથી કચડી હત્યા!
માહિતી મુજબ, યુવક ભાવેશભાઈ ભીલ અને યુવતી વચ્ચેના સંબંધને લઈને યુવતીના પરિવારજનોમાં મનદુઃખ હતું. આ જ બાબતને લઈને આરોપીઓએ પૂર્વ આયોજન કરીને બાલકૃષ્ણ પેટ્રોલ પંપ નજીક ભાવેશ અને તેમની માતા જીતુબેન પર હુમલો કર્યો હતો.આરોપીઓએ ભાવેશને માર મારી બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ દરમિયાન તેમની માતા જીતુબેનને કારથી કચડી નાખતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત (Amreli murder case) થયું હતું.

ઘટનાનો સમગ્ર દ્રશ્ય CCTV કેમેરામાં કેદ થયો છે, જેમાં આરોપીઓ ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળે છે. અપહરણ બાદ ભાવેશને વિવિધ સ્થળોએ લઈ જઈને મારકૂટ અને ધમકી આપવાની ઘટના પણ સામે આવી છે.આ ઘટનાની જાણ થતાં જ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી કાર્યવાહી કરી મહુવા સુધી પીછો કરીને ભાવેશને છોડાવી લીધો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ કેસમાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં કુલ 9 આરોપીઓ સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી અત્યાર સુધીમાં 7 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે.આ ઘટનાએ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે નારાજગી પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો:અમરેલીના વીજપડી ગામે પરિણીતાનો આપઘાત કે હત્યા?
આ પણ વાંચો:અમરેલીમાં મહિલા પર બળાત્કાર થતાં, પોલીસ કાર્યવાહી ના કરતાં મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
આ પણ વાંચો:અમરેલીમાં યુવાનની હત્યાના કિસ્સામાં સાંસદે બંને બહેનોની ઉઠાવી જવાબદારી
