વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો શનિવારે 69 મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. 11 મે, 1951ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે 9.46 વાગ્યે સોમનાથ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પાવન દિવસે ભારતના 108 તીર્થોનું પવિત્ર જળ એકત્રિત કરાયું હતું અને 51 બોટ ફૂલોથી શણગારી સમુદ્રમાં તૈનાત કરાઈ હતી. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન 101 તોપથી દાદાને સલામી પણ આપવામાં આવી હતી. આ સાથે જ 108 બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે આખુંય પ્રભાસપાટણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાંથી એક લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના 69 માં સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે આજે ઊજવાય રહ્યો છે.વૈશાખ સુદ પાચમના દીવસે 1951 ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતી ડો.રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે કરાઇ હતી પ્રાણ પ્રતીષ્ઠા. આજે વિશેષ મહાઆરતી મહાપુજા ધ્વજા રોહણ થશે.સાથે કરાશે સરદાર વંદના. સાંજના સમયે મહા સમૂહ આરતી યોજાશે.

સ્થાપના દિન ના ઐતિહાસીક દિવસે 68 વર્ષ પૂર્વેની યાદો થશે તાજી થઈ…
શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજ્જારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપ માંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શ્રાપ માંથી આંશિક મુક્તિ મેળવી હતી.ચંદ્રનું બીજું નામ સોમ. અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ છે તે મુજબ આ મંદિર સુવર્ણ અને રત્નોથી જડિત હતું. મલેચ્છ મહંમદ ઘોરી દ્વારા લૂંટનાં ઈરાદાથી વારંવાર આક્રમણ કરી સોમનાથ મંદિરને લૂંટી અને ખંડિત કરવામાં આવ્યું હતું.આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના નવનિર્માણનો સંકલ્પ કર્યો હતો.

સમગ્ર વિશ્વનાં કરોડો શ્રધ્ધાળુઓ ની આસ્થા નું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિરનો આજે 69 મો પ્રાણ પ્રતિષ્ઠા દીવસ સોમનાથ માં ઊજવાઇ રહ્યો છે. 1951 ના વેશાખસુદ પાંચમ ના દીવસે ભારત ના પ્રથમ રાષ્ટ્રપતી ડો. રાજેન્દ્ર પ્રસાદ ના વરદ હસ્તે સવારે 9.46 મીનીટે સોમનાથ મંદિરનાં જીર્ણોધ્ધાર બાદ સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે એજ સમયે સોમનાથ ટ્રસ્ટ સ્થાનીક ભુદેવો સાથે યાત્રીકોએ ભગવાન સોમનાથ ની મહાપુજા અને આરતી કરી ધ્વજા પુજન ધ્વજા રોહણ કર્યું હતુ. બાદ સોમનાથ મંદીર ના સ્વપ્ન દ્રષ્ટા એવા સરદાર પટેલ ને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે દીવસભર સોમનાથ માં વિવિધ ધાર્મીક કાર્યક્રમો નો શ્રધ્ધાળુઓ લાભ લેશે.

સદીઓ જૂનો ઇતિહાસ સાચવીને આજે પણ અડીખમ સોમનાથ મંદિર સતત પાંચ વખત આક્રમણખોરો સામે લડીને અજેય રહેલા સોમનાથ મંદિરના સ્થાપનથી લઈને નવ નિર્માણ સુધીનો ઇતિહાસ આજે પણ જોવા મળી રહ્યો છે
પ્રાગઐતિહાસિક કાળમાં નિર્માણ પામેલું સોમનાથ મંદિર સાત વખત વિદેશી આક્રમણખોરો સામે લડીને ધ્વસ થઈને પુનઃ નિર્માણ બાદ આજે ભારતના ઇતિહાસમાં આજે પણ અજયે અને અડીખમ જોવા મળી રહ્યું છે.ઈસ્વીસન પહેલા સૈકામાં લકુવિસે પ્રથમ મંદિરના નિર્માણમાં બહુમૂલ્ય ભાગ ભજવ્યો હતો સોમનાથ ખાતે આવેલા છઠ્ઠા મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયેલું હોવાનું માનવામાં આવે છે.ત્યાર બાદ 1325 થી 1469 ની વચ્ચે જૂનાગઢના રાખેંગારે મંદિરમાં લિંગનીની સ્થપના કરી ત્યાર બાદ 1469 માં અમદાવાદનાના સુલતાન મહમદ બેગડાએ મંદિર પર ચડાઈ કરીને મંદિરને ધ્વસ કર્યું હતું. ત્યારબાદ 12 નવેમ્બરના 1947ના દિવસે સોમનાથ આવેલા ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલે સોમનાથ મંદિરની જીર્ણ હાલત જોઈને સમુદ્રના જળથી મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. 13 નવેમ્બર 1947ના દિવસે કનૈયાલાલ મુન્સીને મંદિર નિર્માણની જવાબદારી સોંપી હતી. ત્યાર બાદ ગાંધીજી દ્વારા આ મંદિરનું નિર્માણ લોકભાગીદારીથી કરવાનું સુચન આવતા સરદાર પટેલે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરીને 11મી મે 1951ના દિવસે દેશના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ ડો રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું.આ મંદિર મહામેરુ પ્રાસાદ પૂર્ણ સ્વરૂપે બનીને આજે અડીખમ જોવા મળી રહ્યું છે.

સોમનાથની સખાતે નીકળેલા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેનાએ મહમદ બેગડાની સેનાએ સામે લડાઈ લડીને સોમનાથને તુટતુ બચાવવાની લડાઈમાં વીરગતિ પામ્યા ત્યારથી સોમનાથની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને પણ યાદ કરવામાં આવે છે. આજે વેગડાજી ભીલની સોમનાથ ખાતે આવેલી ડેરીમાં તેમના વંશજો દ્વારા તેમની વીરગતિને યાદ કરવામાં આવે છે. સોમનાથના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને આજે પણ યાદ કરવામાં આવે છે સૌરાષ્ટ્રના આ બે વીર સપૂતોને કારણે સોમનાથ મંદિર આજે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે.
