Ahmedabad News : અમદાવાદમાં પોલીસની રહેમ નજર હેઠળ દરિયાપુર સ્થિત મનપસંદ જીમખાના (Manpasand Gymkhana)ના નામે ધમધમતા જુગારના અડ્ડા પર અનેક વખત દરોડા પડી ચુક્યા છે. થોડો સમય બંધ રહ્યા બાદ આ જીમખાનામાં ફરીથી જુગારની પ્રવૃતિ ધમધમવા લાગતી હતી. જીમખાનાના નામે ચાલતા જુગારના અડ્ડાને લઈને અનેક પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ પણ ભૂતકાળમાં સસ્પેન્ડ થયા છે. રાજકીય વગ ધરાવતો Manpasand Gymkhana નો માલિક ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પોલીસ તો ઠીક પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના એસ્ટેટ વિભાગના અધિકારીઓને પણ ખિસ્સામાં રાખતો હતો.
AMC ના એસ્ટેટ વિભાગની કૃપાથી Govind Patel aka Gama અને તેના ભાગીદારોએ વર્ષો અગાઉ બિલ્ડીંગમાં ગેરકાયદેસર ત્રીજો માળ પણ ખેંચી લીધો હતો. ગોવિંદ ઉર્ફે ગામાના જીમખાના ઉપરાંત સરખેજ અને છારાનગરમાં બુટલેગરોના ગેરકાયેદ બાંધકામ પર ભ્રષ્ટાચારી એસ્ટેટ વિભાગને Nirlipt Rai ના કારણે હથોડા મારવાની ફરજ પડી છે.મનપસંદ જીમખાના વાસ્તવમાં પોલીસ, AMC અને રાજકીય નેતા/કાર્યકરોનું પસંદગીનું ઠેકાણું રહ્યું છે. કારણ કે, ભ્રષ્ટાચારીઓને અહીંથી નિયમિત હપ્તા મળતા રહે છે. વર્ષ 2013માં દરિયાપુરમાં આવેલું રેવા ભુવન ત્રણ મિત્રો ગોવિંદ પટેલ ઉર્ફે ગામા, ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ (Bobby Patel) અને પંકજ ખત્રી ઉર્ફે મુન્નો (Pankaj Khatri aka Munno) એ ભાગીદારમાં ખરીદ્યું.
ભાગીદારીમાં શરૂ કરાયેલા મનપસંદ જીમખાના ઉપરાંત રેવા ભુવનમાં આવેલી દુકાનોના ભાડાની આવક મિત્રોએ મેળવવાની શરૂ કરી હતી. ગોવિંદ પટેલ ઉર્ફે ગામાએ થોડાક વર્ષો અગાઉ AMC Estate Department સાથે ગોઠવણ કરી જીમખાનાના બીજા માળની ઉપર ગેરકાયદેસર ત્રીજો માળ ખેંચી લીધો હતો. ગોવિંદ પટેલે ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા ઈમ્પેક્ટ ફી (Impact Fee) ભરવા પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ નજીકમાં જ આરક્ષિત ઈમારત આવતી હોવાથી પ્રયાસ નિષ્ફળ બન્યો હતો.
આ મામલે Manpasand Gymkhana નો માલિક Govind Patel એ અદાલતમાં ધા નાંખી બાંધકામ તૂટતું અટકાવ્યું હોવાની પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે.મનપસંદ જીમખાનામાં અનેક વખત સ્ટેટ એજન્સી અને સ્થાનિક પોલીસ એજન્સી દરોડા પાડી લાખો રૂપિયાનો જુગાર પકડી ચૂકી છે. જુલાઈ-2022માં SMC ના ડીવાયએસપી જ્યોતિ પટેલ તત્કાલિન DGP Ashish Bhatia ના આદેશથી દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જીમખાનાના હાથ લાગેલા સીસીટીવી ફૂટેજમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) સહિત 100 જેટલાં પોલીસ કર્મચારીઓની અવરજવર જુગારના અડ્ડે થતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની નિમણૂક થતાં તેમણે મનપંસદ જીમખાના કેસમાં કાર્યવાહી આરંભી હતી.
ગોવિંદ ઉર્ફે ગામાના અડ્ડે જતા ક્રાઈમ બ્રાંચ સહિતના પોલીસ કર્મચારીઓને નિવેદન નોંધાવવા નોટિસો ફટકારી હતી. જેના પગલે Ahmedabad Police માં ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ બોગસ પાસપોર્ટ કેસ (Fake Passport Case) માં પકડાયેલા ભરત પટેલ ઉર્ફે Bobby Patel અને વૉન્ટેડ પંકજ ખત્રી ઉર્ફે મુન્નાનું મનપસંદ જીમખાના સાથે જુનું કનેકશન સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં જીમખાનાનો ત્રીજો માળ ગેરકાયદેસર ખેંચવામાં આવ્યો હોવાની માહિતી જે-તે સમયે જ હાથ લાગી હતી.
Gujarat Police સહિત State Monitoring Cell ને રાજ્ય પોલીસ વડા Vikas Sahay એ બુટેલગર/ગેમ્બલરોની સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા.સરકારી જમીનમાં પાકા મકાનો અને દુકાનો બાંધીને ભાડા ખાતા દેશી દારૂના બુટલેગરો લક્ષ્મણ ઉર્ફે ક્રિષ્ના છારા અને બાબુ છારાના નામ જાહેર થતાં સરખેજ પોલીસ (Sarkhej Police) ની પોલ ખુલી છે. પોલીસ અને તંત્ર સરકારી જમીન પરના બાંધકામ અંગે આંખ આડા કાન કરતા હતા.
લિસ્ટેડ બુટલેગરો પાસેથી માત્ર હપ્તા ઉઘરાવવામાં વ્યસ્ત રહેતા તંત્રને DGP Gujarat વિકાસ સહાયે કાર્યવાહી કરવા માટે મજબૂર કર્યા છે. સરખેજ જેવી જ સ્થિતિ સરદારનગર પોલીસ સ્ટેશન (Sardarnagar Police Station) ની હદમાં છારાનગર/કુબેરનગર ખાતે છે. મોટા બુટલેગર સાવન છારાએ ભ્રષ્ટ એસ્ટેટ વિભાગ અને સ્થાનિક કૉપોરેટરની રહેમનજર હેઠળ વર્ષો પહેલાં ગેરકાયદેસર રીતે ઉંચા મકાનો અને દુકાન બાંધી દીધી હતી. આ તમામ બાંધકામો તોડવાની કામગીરી દરમિયાન ટીમ Nirlipt Rai, ડીવાયએસપી કે. ટી. કામરીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.
આ પણ વાંચો:શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મચાવ્યો હોબાળો
આ પણ વાંચો:અમદાવાદના નિકોલમાં ગરબામાં ગુંડાગીરી, અસામાજિક તત્વોનો આતંક