Gandhinagar News/ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન, મંતવ્ય ન્યૂઝના સમાચાર પર લાગી મહોર

31 ડિસેમ્બર સુધી ડીજીપીનો કાર્યકાળ લંબાવાયો

Gujarat Gandhinagar

Gandhinagar News : ગુજરાતના DGP વિકાસ સહાયને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ અંગે મંતવ્ય ન્યુઝે સૌપ્રથમ માહિતી આપી હતી.આમ મંતવ્ય ન્યૂઝના સમાચાર પર  મહોર લાગી છે.
આજે 30 જૂનના રોજ વિકાસ સહાયનો નિવૃતિનો દિવસ હતો, તેઓ નિવૃત થશે કે તેમને એક્સટેન્શન આપવામાં આવશે, તેની અટકળો તેજ બની હતી. પરંતુ અંતે તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા આ અટકળોનો અંત આવ્યો છે. વિકાસ સહાયનો કાર્યકાળ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ અંગે કેન્દ્ર સરકારમાંથી ઓર્ડર આવી જતા હવે ગૃહ વિભાગ હુકમ કરશે.

ગુજરાતના DGP તરીકે કાર્યભાળ સંભાળનાર વિકાસ સહાયની કામગીરી અને પ્રોફાઇલ પર નજર કરીએ તો IPS વિકાસ સહાય વર્ષ 1989 બેચના IPS અધિકારી છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. તેમણે યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી જ્યાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા.

IPSવિકાસ સહાયે વર્ષ 2005માં અમદાવાદ શહેરના એડિશનલ સીપી ટ્રાફિક,વર્ષ 2007માં સુરત સિટીના એડિશનલ સીપી રેન્જ I,2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી તરીકે સેવા બજાવી. તેમની કારકિર્દીમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની વર્ષ 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો તરીકે પસંદગી કરવામાં આવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં રેશનકાર્ડ ધારકો ઘરે બેઠા કરાવી શકશે આ કામ, અનાજ મેળવવામાં નહીં આવે કોઈ અવરોધ

આ પણ વાંચો:મોરબીમાં સડેલા અનાજનો જાહેરમાં નિકાલ, જનઆરોગ્યને લઈને ગંભીર સવાલ

આ પણ વાંચો:મફતમાં અનાજ અને રૂપિયા મળે તો કામ કેમ કોઈ કરેઃ સુપ્રીમ કોર્ટ