સમગ્ર રાજય માં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે . રાજય માં લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં હજુ મેઘ મહેર 4 દિવસ યથાવત જોવા મળશે . જે અંતગર્ત આગામી 24 કલાક સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું અનુમાન જોવા મળી રહ્યું છે .રાજ્યમાં આજે અને આવતીકાલે ડાંગ તાપી નર્મદા નવસારી દીવ દમણ દાદરાનગર હવેલી ,ગીર સોમનાથ જામનગર પોરબંદર ગીર સોમનાથ ભાવનગર સહીત હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી છે. જેને કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજય માં બુધવારથી વરસાદનું જોર ઘટતું જોવા મળશે .
આ પણ વાંચો :શર્લિન ચોપરાએ પૂછપરછ પહેલા ખખડાવ્યો કોર્ટનો દરવાજો, શું છે ધરપકડ થવાનો ડર?
રાજ્યના 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 196 તાલુકાઓમાં મેઘ મહેર થઈ છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. હ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે.રાજ્યમાં અત્યાર સુધી દક્ષિમ ગુજરાતમાં 20.23 ઈંચ સાથે મોસમનો સૌથી વધુ 35.19 ટકા, કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો :વાડિયાની શરૂઆત થઈ રાહતની સાથે, સોમવારે આવ્યા નવા 31 કેસ
