Amreli News:અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા નાનુડી રેવન્યુ વિસ્તારના બરસીયા ડુંગરમાં ગત રાત્રે અચાનક વિશાળ આગ (Hill Fire) લાગી હતી. આ આગને કારણે 80 વીઘાથી વધુ રેવન્યુ જમીન અને મોટા ભાગનો ડુંગરાળ વિસ્તાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે.માહિતી અનુસાર, બરસીયા ડુંગરના જંગલી અને ડુંગરાળ વિસ્તારમાં સૂકા ઘાસ, ઝાડી-ઝાંખરા અને વનસ્પતિના કારણે આગ અચાનક ફાટી નીકળી હતી. પવનની સાથે આગ ઝડપથી ફેલાઈ અને વ્યાપક વિસ્તારને તેની ઝપેટમાં લઈ લીધો હતો. આગની તીવ્રતા એટલી વધારે હતી કે ડુંગરનો મોટા ભાગનો વિસ્તાર સળગી ગયો છે.

તંત્રએ આગ (Hill Fire) બુજાવવા પ્રયાસ હાથ ધર્યા
ઘટનાની જાણ થતાં જ રાત્રે જ મામલતદાર,વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ સ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા આગને (Hill Fire) કાબૂમાં લાવવા માટે તાત્કાલિક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડની મદદથી પાણીના છંટકાવ સહિતના વિવિધ વિકલ્પો અપનાવીને આગ બુજાવવાના કામગીરી હાથ ધરવામાં આવી છે.હાલમાં આગ બુજાવવાની કામગીરી ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ આગને (Hill Fire) કારણે ડુંગરાળ વિસ્તારમાં વન્યજીવો અને પર્યાવરણને પણ નુકસાન થવાની આશંકા છે. જોકે, કોઈ જાન-માલનું નુકસાન થયું હોવાની કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો:ગ્રીસમાં વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલોટના મોત
આ પણ વાંચો:ગ્રીસમાં ભયાનક રેલ અકસ્માતઃ 32ના મોત, 100થી વધુ ઘાયલ
આ પણ વાંચો:ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના
