Ahmedabad News: ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરતો પુરવઠો સુનિશ્ચિત કરવા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ના મેનેજિંગ ડિરેક્ટર અવંતિકા સિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યભરના તમામ જિલ્લાઓમાં આવશ્યક વસ્તુઓના સ્ટોક અને આગામી મહિનાઓમાં સરળ પુરવઠો જળવાઈ રહે તે અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે હાલમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે અને કોઈ અછતની સ્થિતિ નથી.

PNG કનેક્શનને મજબૂત પ્રોત્સાહન
બેઠકમાં GSPC MD અવંતિકા સિંહે મોટી જાહેરાત કરી હતી. 30 જૂન 2026 સુધી નવા ડોમેસ્ટિક PNG કનેક્શન લેનાર ગ્રાહકોને રૂપિયા 500નો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ ગ્રાહકના પ્રથમ બિલમાં જ જમા કરવામાં આવશે.વધુમાં, PNG પાઈપલાઈન કનેક્શનની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયામાં 45 દિવસ લાગતા હતા, જેને હવે માત્ર 7 દિવસમાં પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
અવંતિકા સિંહે જણાવ્યું કે, “સુરક્ષિત ગેસનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવા આ યોજના શરૂ કરવામાં આવી છે. PNG ગેસ સસ્તું, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ છે.”હાલમાં માત્ર સુરત શહેરમાં જ 15.20 લાખ ડોમેસ્ટિક PNG કનેક્શન કાર્યરત છે. રાજ્યભરમાં આ યોજનાને વધુ વેગ આપવાની તૈયારીઓ ચાલી રહી છે.જ્યારે GSPC PNGને પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે અમદાવાદમાં LPG સિલિન્ડરની અછતની સમસ્યા તીવ્ર બની છે.નવા LPG જોડાણ માટેની અરજીઓ સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે.

જૂની અરજીઓ પણ મહિનાઓથી અટવાઈ પડી છે.તેમજ બુકિંગ કર્યા પછી 20 દિવસ કે તેથી વધુ સમય પસાર થઈ જાય તોપણ સિલિન્ડર નથી મળતું.જેના ઘરમાં એક જ સિલિન્ડર છે તેમની હાલત ખૂબ જ કફોડી બની છે.પરપ્રાંતીય પરિવારો અને મજૂર વર્ગમાં આ સમસ્યા વધુ તીવ્ર છે. સિલિન્ડરના ભાવ વધતા ઘણા મજૂરો વતન પાછા જતા રહ્યા છે. આ સમસ્યા માત્ર અમદાવાદ સુધી મર્યાદિત નથી. સુરત, વડોદરા અને અન્ય મોટા શહેરોમાં પણ LPG અછતની અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચો:PNG હોવા છતાં LPG રાખશો તો બંધ થઈ જશે ગેસ સપ્લાય, નવો આદેશ
આ પણ વાંચો:LPG ભરેલું જહાજ જગ વસંત કંડલા બંદર પર પહોંચ્યું
આ પણ વાંચો:સંકટ વચ્ચે સુખદ સમાચાર: ‘જગ વસંત’ LPG જહાજ સુરક્ષિત કંડલા પહોંચ્યું, ગેસ સપ્લાય અંગે મોટી રાહત…
