Not Set/ વાંચો, છોટા રાજનની કુકર્મોની કરમકુંડળી

મુંબઇ, મુંબઇના જાણીતા ક્રાઇમ રિપોર્ટર જે ડેની હત્યા કેસનો આજે ચુકાદો આવ્યો હતો, જેમાં સ્પેશિયલ કોર્ટે આ કેસની આરોપી જીગ્ના વોરાને નિર્દોષ છોડી મુકી હતી, જ્યારે બીજા આરોપી છોટા રાજનને દોષિત માન્યા હતા. જેમાં છોટા રાજનને ઉંમરકેદની સજા સંભાળાવી છે. આ કેસમાં કુલ 11 આરોપી હતા, જેમાં રાજન અને જીગ્નાનું નામ ખાસ્સું ચમક્યું હતું. સ્પેશીયલ કોર્ટના જજ સમીર અડકરે […]

Top Stories

મુંબઇ,

મુંબઇના જાણીતા ક્રાઇમ રિપોર્ટર જે ડેની હત્યા કેસનો આજે ચુકાદો આવ્યો હતો, જેમાં સ્પેશિયલ કોર્ટે આ કેસની આરોપી જીગ્ના વોરાને નિર્દોષ છોડી મુકી હતી, જ્યારે બીજા આરોપી છોટા રાજનને દોષિત માન્યા હતા. જેમાં છોટા રાજનને ઉંમરકેદની સજા સંભાળાવી છે.

આ કેસમાં કુલ 11 આરોપી હતા, જેમાં રાજન અને જીગ્નાનું નામ ખાસ્સું ચમક્યું હતું. સ્પેશીયલ કોર્ટના જજ સમીર અડકરે જે ડે હત્યા કેસમાં  કુલ નવ આરોપીને દોષિત ઠેરવ્યા છે,  જ્યારે જીગ્ના વોરા સહિત બે લોકોને મુક્ત કરાયા છે. છોટા રાજન સહિત બીજા નવ આરોપીઓને ઉંમરકેદની સજા સંભાળાવી છે.

જાણો કોણ છે છોટા રાજાન :-

છોટા રાજનનું સાચું નામ રાજેન્દ્ર સદાશિવ નિખલજે છે. તેને પ્રેમથી ‘નાના’ અથવા ‘સેઠ’ કહીને પણ બોલાવવામાં આવે છે. તેનો જન્મ 1960માં મુંબઈના ચેમ્બુરની તિલક નગરની વસ્તીમાં થયો હતો. માત્ર 10 વર્ષની ઉમરમાં જ તેણે ફિલ્મી ટીકીટ બ્લેક કરી વેંચવાનો ધંધો શરુ કરી દીધો હતો. આ જ કારણેથી તે રાજન નાયર ગેંગમાં જોડાઈ ગયો હતો. જુર્મની દુનિયામાં નાયરને ‘બડા રાજન’ ના નામથી ઓળખવામાં આવતો હતો. આ નાયરનો ડાબો હાથ હતો એટલે તેને ‘છોટા રાજન’ કહીને બોલાવવામાં આવતો હતો.

જાણો કેમ થયો દાઉદ સાથે સંપર્ક :-

બડા રાજનની મૃત્યુ બાદ છોટા રાજને પૂરી ગેન્ગ સંભાળી લીધી હતી. આ જ સમયે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે તેનો સંપર્ક થયો હતો. બંને સાથે માંડીને મુંબઈમાં વસુલી, હત્યા, તસ્કરી, ફિલ્મ ફાઈનાન્સ વગેરે કામ કરવા લાગ્યા. 1988 માં તે દુબઈ ચાલ્યો ગયો. ત્યારબાદ બંને માંડીને માત્ર ભારતમાં જ નહિ પરંતુ પૂરી દુનિયામાં ગેરકાનૂની કામ કરવા લાગ્યા. મુંબઈમાં તેમનું નામ મશહુર થઇ ગયું હતું. પરંતુ આ વચ્ચે કૈક એવું થયું જેણે બંનેને અલગ કરી દીધા.

કેમ થઇ દાઉદથી દુશ્મની:-

ભારતમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ બાદ મોટા ગેંગસ્ટરમાં બીજું નામ છોટા રાજનનું જ આવતું હતું. તે લાંબા સમય સુધી ડી-કંપની સાથે કામ કરતો રહ્યો. પરંતુ બાબરી કાંડ પછી 1993 માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટે રાજનને  ચિંતિત કરી દીધો. જ્યારે તેને ખબર પડી કે આ બધા પાચળ દાઉદનો હાથ છે ત્યારથી તે દાઉદનો દુશ્મન બની ગયો. રાજને દાઉદથી અલગ થઈને બીજી ગેંગ બનાવી લીધી અને દાઉદનો જાની દુશ્મન બની ગયો.

કેટલાક જીવલેણ હુમલા:-

મુંબઈ બ્લાસ્ટ પછી દાઉદ અને રાજન ભારત છોડી દીધું હતું. આ દરમિયાન, બંનેએ એકબીજાને મારી નાખવાની યોજના બનાવી હતી. દાઉદ દ્વારા ઘણી વખત છોટા રાજન પર હુમલાઓ થયા, પરંતુ તે બચતો ગયો. રાજન પર હુમલો કરવાનું મોટુ કાવતરું દુબઇના સ્પેશિયલ શૂટર શરદ શેટ્ટીના ઘરે રચાયું હતું. વર્ષ 2000 માં, દાઉદના લોકો જે પિઝા ડિલિવરી બોય બનીને આવ્યા હતા તેમણે બેંગકોકની એક હોટેલમાં છોટા રાજન પર હુમલો કર્યો હતો.

આમ લીધો હુમલાનો બદલો:-

છોટા રાજન પર ઘણા રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યું હતું પરંતુ તે ત્યાંથી હંમેશા નાસી જતો હતો. એવું કહેવાય છે કે ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ નાના રાજનને બચાવવા માટે આવ્યા હતા. જો કે, છોટા રાજન પોતે આ વાતને નકારી કાઢે છે. તેમણે બેંગકોકમાં હુમલા પર વેર લીધો. તેમના ભાઇ, રવિ અને વિમલ જે તેનો હવાલા કારોબાર સંભાળતા હતા તેમણે 2003માં દુબઇ ક્લબમાં છોટા શકીલના ખાસ શુટર શરદ શેટ્ટીને મારી નાખ્યો હતો.

છોટા ડોન પર દાખલ છે ઘણા કેસ:-

ભારતમાં છોટા રાજન વિરુદ્ધ 65થી વધુ ફોજદારી કેસો નોંધ્યા છે. જ્યારે રાજન નાયર ગેંગમાં ગેરકાયદેસર વસુલી, ધમકી, હુમલો અને હત્યાનો પ્રયાસ કરવા બદલ તેમની સામે રજીસ્ટર થયેલી કેસ પહેલેથી જ હતા. દાઉદ સાથે આવ્યા પછી, તેના ગુનાનો ગ્રાફ વધ્યો હતો. ભારતમાં 20થી વધુ લોકોની હત્યાના કેસ તેમની વિરુદ્ધ નોંધાયેલા છે. 2011 માં મુંબઇના સિનિયર પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યામાં હાથ છે તેવું માનવામાં આવતું હતું.

આવું છે છોટા રાજનનું સામ્રાજ્ય :-

આ અંડરવર્લ્ડ ડોને ભારતનમાં પોતાનાં ચાલતા કારોબારને વિદેશમાં સ્થાયી કર્યો. દુબઈમાં કામ નબળું પડતાં, અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, તે મલેશિયા તરફ વળ્યો હતો. તેણે જકાર્તામાં ડાન્સ બાર, ડિસ્કો અને નાઇટ ક્લબ ખોલી હતી. મલેશિયામાં વ્યવસાય સ્થાયી થયા પછી થાઇલેન્ડમાં વ્યવસાય શરૂ કર્યા. આ ઉપરાંત, તેમણે વિદેશમાં ઘણાં સ્થળોએ બેનામી સંપત્તિ મેળવી છે.

છોટા રાજનની પત્ની લેડી ડોન:-

છોટા રાજનના પત્નીનું નામ સુજાતા નિખલેજે છે. 2006માં તેના પર એક્સટોર્શન કેસ નોંધવામાં આવ્યો હતો. તેણીની ત્રણ પુત્રીઓ છે યુકેમાં એક પુત્રી એમબીએ કરી રહી છે. બીજી  એન્જિનિયર છે. રાજનની પત્ની સુજાતા ઉર્ફે (નાની) ચેમ્બુરના તિલકનગરમાં રહે છે. બિલ્ડર પાસેથી ખંડણી માંગવાના કેસમાં મુંબઇ પોલસે તેની અટકાયતમ કરી હતી. દાઉદ પણ છોટા રાજન અને સુજાતાના લગ્નમાં આવ્યો હતા. સુજાતને દાઉદને ભાઈ તરીકે ગણતી હતી.

અહીં વીત્યું હતું ડોનનું બાળપણ:-

છોટા રાજનના મૂળ ઘર પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારામાં ફલ્તાન તાલુકાના ગિરવી ગામમાં છે. ત્યાં પહેલા એક ઝૂંપડી હતી, જે હવે મહેલના બંગલામાં ફેરવાઈ ગઈ છે. અહીં, રાજણે પોતાનું બાળપણ વિતાવ્યું હતું. ગામવાસીઓએ જણાવ્યું હતું કે રાજનના ભાઈઓ કુટુંબના કાર્યમાં અહીં આવતા રહે છે. આ બંગલો પણ રાજનના પિતા સદાસિવ સખારામની પ્રતિમા છે, જે 50 ના દશકામાં મુંબઈ ગયા હતા.

મુંબઇના જાણીતા ક્રાઇમ રિપોર્ટર જે ડેની 11 જુન 2011ના રોજ પવઇ પાસે હીરાનંદ વિસ્તારમાં જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. 51 વર્ષના જે ડેને ગોળી મારવામાં સતીશ કાલિયા નામના શાર્પ શુટરનું નામ સામે આવ્યું હતું. એ પછી આ હત્યાના ષડયંત્રમાં જાણીતા અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજનનું નામ સામે આવ્યું હતું.