Rajasthan Nagaur MDMA Drugs Factory Busted News: રાજસ્થાનના(Rajasthan) નાગૌરમાં પોલીસની કાર્યવાહી દરમિયાન નશાના કથિત ગેરકાયદેસર કારોબારનો મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ, 28 વર્ષીય મહાવીરે નોકરીમાંથી મળતી આવક ઓછી લાગતાં વધુ પૈસા કમાવાની લાલચમાં નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ તેણે કથિત રીતે ભાડાના મકાનમાં MDMA તૈયાર કરવાનું સેટઅપ ઊભું કર્યું હતું. બહારથી સામાન્ય લાગતા આ મકાનની અંદર નશીલા પદાર્થ તૈયાર કરવાનો આરોપ છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મહાવીર મૂળ કુચેરાના રાજસ્થાનના (Rajasthan) લક્ષ્મણપુરાનો રહેવાસી છે અને હાલમાં નાગૌરની દીપ કોલોનીમાં રહેતો હતો. તપાસમાં સામે આવ્યું કે ડિસેમ્બર 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન તેણે MDMA બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. શરૂઆતની કોશિશો સફળ ન થતાં તેણે ઓનલાઈન માધ્યમથી આ અંગેની માહિતી મેળવી અને ત્યારબાદ કથિત રીતે પોતાનું સેટઅપ તૈયાર કર્યું હતું.

ઘરમાંથી મળ્યો મોટી માત્રામાં સામાન
નાગૌર (Rajasthan) પોલીસની DST ટીમે 10 ઓગસ્ટ 2026ના રોજ મળેલી માહિતીના આધારે દીપ કોલોનીમાં કાર્યવાહી કરી હતી. અહીંથી MDMA બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી સાથે મહાવીરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કાર્યવાહી દરમિયાન અંદાજે 20 કરોડ રૂપિયાથી વધુ કિંમતની સામગ્રી મળી આવી હતી. તપાસ દરમિયાન પોલીસને વધુ એક મકાન વિશે માહિતી મળી હતી. ત્યારબાદ જોધપુર રોડ પર આવેલા મકાનમાં પણ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ત્યાંથી 5.418 કિલો MDMA, લગભગ 2.744 કિલો કેફીન, 24 પ્રકારના કેમિકલ અને આશરે 210 લીટર કેમિકલ મળી આવ્યું હતું.પોલીસે આ તમામ જપ્ત સામગ્રીની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનો દાવો કર્યો છે.

ફેક્ટરીમાંથી સાધનો પણ જપ્ત
પોલીસની કાર્યવાહી દરમિયાન માત્ર નશીલો પદાર્થ જ નહીં, પરંતુ તેને તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા અનેક સાધનો પણ મળી આવ્યા હતા. તેમાં મિક્સિંગ મશીન, થર્મોમીટર, મેગ્નેટિક સ્ટિરર, pH મીટર, ગ્લાસ બીકર, કાચના જાર, પ્લાસ્ટિકના વાસણો અને MDMA સુકવવા માટેની મોટી પ્લેટો સહિતની સામગ્રીનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ સામાન પરથી એવું લાગી રહ્યું છે કે મકાનમાં કથિત રીતે એક વ્યવસ્થિત સેટઅપ તૈયાર કરવામાં આવ્યો હતો.
અલગ-અલગ સિમનો ઉપયોગ કરતો હોવાનો પોલીસનો દાવો
તપાસમાં પોલીસને(Rajasthan) મહાવીર પાસે આશરે 10થી 12 મોબાઈલ સિમ હોવાની માહિતી મળી છે. પોલીસના જણાવ્યા મુજબ, તે લાંબા સમય સુધી એક જ સિમનો ઉપયોગ કરતો નહોતો અને થોડા સમયના અંતરે સિમ બદલતો હતો. હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આરોપી કોના સંપર્કમાં હતો, કેમિકલ ક્યાંથી મેળવવામાં આવતા હતા અને તૈયાર થયેલો MDMA ક્યાં પહોંચાડવામાં આવતો હતો.

નેટવર્કમાં અન્ય લોકોની ભૂમિકા પણ તપાસ હેઠળ
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ સમગ્ર મામલામાં મહાવીર સાથે જોડાયેલા અન્ય ચાર લોકોની ભૂમિકા પણ સામે આવી છે. તપાસ એજન્સીઓ તેમની પૂછપરછ કરીને સમગ્ર નેટવર્કની કડીઓ જોડવાનો પ્રયાસ કરી રહી છે. નાગૌર પોલીસે આ કાર્યવાહીને ‘ઓપરેશન નશા મુક્ત નાગૌર’ હેઠળની મોટી કાર્યવાહી ગણાવી છે. પોલીસનો દાવો છે કે એક અઠવાડિયામાં MDMA બનાવતી બીજી મોટી કથિત ફેક્ટરીનો(Rajasthan) પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ માટે મુખ્ય સવાલ એ છે કે આ કથિત નશાના નેટવર્કમાં વધુ કોણ-કોણ સામેલ છે, નશીલા પદાર્થની સપ્લાય ક્યાં સુધી થતી હતી અને આ સમગ્ર વ્યવહાર પાછળ કોની ભૂમિકા હતી. આ તમામ બાબતો અંગે તપાસ ચાલુ છે.
