Surat News/ સુરતના ડુમસમાં ફાર્મ હાઉસ પર પોલીસ દરોડો, 8 મહિલા સહિત 22 લોકો કસ્ટડીમાં, રૂ.1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત

Dumas Farm House Raid: સુરતના ડુમસ વિસ્તારમાં ફાર્મ હાઉસમાં જન્મદિવસની કથિત દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો. 8 મહિલાઓ સહિત 22 લોકોને કસ્ટડીમાં લઈ નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાઈ રહી છે.

Gujarat Top Stories Surat
Dumas Farm House Raid: 8 મહિલા સહિત 22 લોકો કસ્ટડીમાં

Surat News: સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા એક ફાર્મ હાઉસમાં જન્મદિવસ નિમિત્તે ચાલી રહેલી કથિત હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર પોલીસે દરોડો (Dumas Farm House Raid) પાડતાં ભારે ચકચાર મચી ગઈ છે. 14 ઓગસ્ટની મોડી રાત્રે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 8 મહિલાઓ સહિત કુલ 22 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા હોવાનું સામે આવ્યું છે.

Dumas Farm House Raid: જન્મ દિવસની પાર્ટીમાં દારૂ-બિયરની મહેફિલ

મળતી માહિતી મુજબ, ડુમસ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં જન્મદિવસની ઉજવણી (Birthday Party Raid) દરમિયાન દારૂ અને બિયરની મહેફિલ ચાલી રહી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડાની કાર્યવાહી હાથ (Surat Police Raid) ધરી હતી. દરોડા દરમિયાન પાર્ટીમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી હતી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નિધિ જરીવાલાના જન્મદિવસે યોજાઈ હતી પાર્ટી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નિધિ જરીવાલા નામની યુવતીના જન્મદિવસ નિમિત્તે તેના મિત્રમંડળ દ્વારા ફાર્મ હાઉસમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં સામેલ લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરતા હોવાનું તેમજ કેટલાક લોકો કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બર્થડે પાર્ટી દરમિયાન દારૂની મહેફિલ સાથે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

9 કાર અને 24 મોબાઇલ સહિત રૂ.1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી 1 વ્હિસ્કીની સંપૂર્ણ બોટલ અને 5 અડધી બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત પાર્ટીમાં આવેલા લોકોની 9 ફોર-વ્હીલ કાર અને 24 મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરવામાં આવેલા વાહનો અને અન્ય સામગ્રી સહિત કુલ અંદાજે રૂ.1.67 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પાર્ટી માટે દારૂ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.

સાથે જ જે ફાર્મ હાઉસમાં પાર્ટી યોજાઈ હતી તેના માલિકનું નિવેદન નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે દારૂ સપ્લાય કરનાર વ્યક્તિ અને આ સમગ્ર આયોજનમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ આગળ વધારી રહી છે.

8 મહિલા સહિત 22 લોકોની અટકાયત

Dumas Farm House Raid: 8 મહિલા સહિત 22 લોકો કસ્ટડીમાં
Dumas Farm House Raid: ડુમસમાં દારૂ-બિયરની મહેફિલ પર રેડ

પોલીસે કાર્યવાહી દરમિયાન 8 મહિલાઓ સહિત 22 લોકોને કસ્ટડીમાં લીધા હતા. તમામ લોકોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા.

નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ

કસ્ટડીમાં લેવાયેલા તમામ લોકોના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. મેડિકલ તપાસના પરિણામો અને પોલીસ તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Dumas Farm House Raid: 8 મહિલા સહિત 22 લોકો કસ્ટડીમાં
Dumas Farm House Raid: 8 મહિલા સહિત 22 લોકો કસ્ટડીમાં

પાર્ટીનું આયોજન કોણે કર્યું? પોલીસ તપાસમાં

પોલીસ હવે આ પાર્ટીનું (High Profile Party Surat) આયોજન કોણે કર્યું હતું, ફાર્મ હાઉસ કોના કબજામાં હતું, દારૂ અને બિયર ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેમજ આ સમગ્ર આયોજનમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે.

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ખાનગી સ્થળોએ દારૂ પાર્ટીઓ યોજાતી હોવાના મામલા સમયાંતરે સામે આવતા રહે છે. ડુમસની આ ઘટના બાદ પોલીસ તપાસમાં આગળ કયા ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો: સુરતનો હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો કેસ:ઉદ્યોગપતિ સમીર શાહ, તેમના પત્ની અને પુત્રનો બ્લડ રિપોર્ટ આલ્કોહોલ પોઝિટિવ આવતા કાયદેસરની કાર્યવાહી

આ પણ વાંચો: સાણંદમાં હાઈપ્રોફાઈલ હુક્કા પાર્ટી પર પોલીસની રેડ, 81 લોકોની અટકાયત, 2.91 કરોડનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો, 4 યુવતી સહિત 21 ઝડપાયા