Not Set/ વડોદરા/ ડભોઈમાં ભારે વરસાદ, ગામો બન્યા સંપર્ક વિહોણા

  વડોદરાનાં ડભોઇમાં ગઈકાલ રાતથી જ વરસાદ સતત વરસી રહ્યો છે. વધારે વરસાદ પડતાં જ ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને કારણે 8 થી 10 જેટલા ગામોમાં પાણી ફરી વળ્યા હતા. જેમ કે દાંગીવાળા, નારણપુરા, પ્રયાગ પુરા, મોતીપુરા, લુણાદરા, બબોજ, જેવા અનેક ગામોમાં ઢાઢર નદીનાં પાણી ફરી વળ્યા હતા. અહી લોકોને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી […]

Gujarat Vadodara
 

વડોદરાનાં ડભોઇમાં ગઈકાલ રાતથી જ વરસાદ સતત વરસી રહ્યો છે. વધારે વરસાદ પડતાં જ ઢાઢર નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેને કારણે 8 થી 10 જેટલા ગામોમાં પાણી ફરી વળ્યા હતા. જેમ કે દાંગીવાળા, નારણપુરા, પ્રયાગ પુરા, મોતીપુરા, લુણાદરા, બબોજ, જેવા અનેક ગામોમાં ઢાઢર નદીનાં પાણી ફરી વળ્યા હતા.

અહી લોકોને આવવા-જવામાં મુશ્કેલી પડી રહી છે. ડાંગી વાળા ગામનાં મહિલા સરપંચ દ્વારા છેલ્લા બે-ત્રણ વર્ષથી પી.ડબલ્યુ. ડી. વિભાગને આ રોડ થોડો ઊંચો કરવાની માંગ કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નંગી વાળાનાં મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા તે સંપર્ક વિહોણું બન્યું હતું. આ રોડ જો ઊંચો કરવામાં આવે તો કેટલાય ગામો સંપર્ક વિહોણા થતા બચી શકે એમ છે. પરંતુ પી.ડબ્લ્યુ.ડી વિભાગ કોઈપણ કાર્યવાહી કરી રહ્યું નથી તેવી સ્થાનિકોની ફરિયાદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.