- ગુજરાત સરકારની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પડાશે
- બાળક ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા દર મહિને રુ. ૩,૦૦૦ની સહાય
- બાળકોના પ્રવેશ માટે ચાઈલ્ડ વેલ્ફર કમિટીનો સંપર્ક કરો.
ગુજરાત સરકારે કોરોના મહામારીના કપરા સમયમાં બાળકોને સુરક્ષા મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે અનુસાર કોઈ પણ પરિવારના ૦ થી ૧૮ વર્ષના બાળકો સુરક્ષા વિનાના ન રહે એ માટે સુરક્ષા-કવચ પુરુ પાડવામાં આવ્યું છે. જે મુજબ કોરોનાની મહામારીમાં જે બાળકોના માતા અને પિતા બંનેનુ અવસાન થઈ ગયું હોય અને એ બાળક-બાળકોને એના કોઈ પણ સગા ઉછેરતા હોય તો એ બાળકની ઉંમર ૧૮ વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળકદીઠ રુ. ૩,૦૦૦ ની સહાય આપવામાં આવશે.
જ્યારે જે બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતાને બાળકને મૂકીને બીજે પુનર્લગ્ન કર્યા હોય એવા કિસ્સામાં પણ એ બાળકની ૧૮ વર્ષની ઉંમર સુધી પાલક માતા-પિતા યોજના હેઠળ દર મહિને બાળક દીઠ રુ. ૩,૦૦૦ની સહાય આપવામાં આવશે. આ કામગીરી માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ, અમદાવાદની કચેરીનો ૦૭૯-૨૬૫૮૭૭૪૦ પર સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત જે બાળકોના માતા-પિતાને કોરોના પોઝીટીવ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હોય અને તેમના બાળક-બાળકોની સાર-સંભાળ રાખનાર કોઈ જ ન હોય તેવા કિસ્સામાં ૦ થી ૧૮ વર્ષના બાળકોની નીચે દર્શાવેલ સંસ્થાઓમાં પ્રવેશ આપી સાર-સંભાળ રાખવામાં આવશે.
• ૬ થી ૧૮ વર્ષના છોકરાઓ માટેની સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, શિયાળ, ગામ- શિયાળ, તા-બાવળા, જિલ્લો – અમદાવાદ. સંપર્ક નંબર- ૯૫૫૮૮૭૮૨૬૫
• ૬ થી ૧૮ વર્ષની છોકરીઓ માટે સંસ્થા- ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ઓઢવ, પાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ. સંપર્ક નંબર- ૯૨૬૫૧-૭૩૬૬૪
• ૦ થી ૬ વર્ષના બાળકો માટેની સંસ્થા – સ્પેશ્યલાઈઝ્ડ એડોપ્શન એજન્સી- ઓઢવ પાણીની ટાંકી પાસે, જીઆઈડીસી ઓઢવ, અમદાવાદ. ૮૯૮૦૮૪૧૮૩૨
ઉપરોક્ત સંસ્થાઓમાં બાળકોના પ્રવેશ મેળવવા માટે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરપર્સન ચંદ્રિકાબહેન- ૯૪૨૬૦-૮૨૫૬૬, સભ્ય અજીતભાઈ- મો- ૯૪૨૭૦-૫૦૨૭૦, સભ્ય જીતુભાઈ- મો- ૯૮૯૮૦-૧૯૪૪૨ અને સભ્ય સંતોષભાઈ- ૯૪૨૬૦-૭૭૫૫૦નો સંપર્ક કરી મંજૂરી મેળવવાની રહેશે.
