Dharma & Bhakti/ આ 3 રાશિના જાતકો હોય છે અત્યંત શાંત, પણ ગુસ્સો આવતાવેંત બદલાઇ જાય અંદાજ!… તમે એમાં સામેલ તો નથી ને?

લોકોમાં ક્રોધ નિયંત્રણ, ખુશી દર્શાવવી અને દુ:ખ પ્રગટ કરવાની અલગ પદ્ધતિઓ હોય છે. અમુક રાશિઓ શાંત (Peaceful Zodiac Signs) હોય છે જ્યારે કેટલીક ગુસ્સૈલ!

Trending Religious Rashifal Dharma & Bhakti
Peaceful zodiac signs વિશે જાણો છો? પણ ગુસ્સો આવે ત્યારે..!

Dharm & Bhakti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિઓ સ્વભાવગત શાંત હોય છે પરંતુ જ્યારે ગુસ્સો આવે ત્યારે એમનો વ્યવહાર બદલાઇ જાય છે. અમુક રાશિઓ શાંત (Peaceful Zodiac Signs) હોય છે જ્યારે કેટલીક તો હદથી પણ વધારે ગુસ્સૈલ! તો ચાલો જાણીએ કે, આ ગુણ કઈ રાશિના જાતકોમાં હોય છે?

જ્યોતિષશાસ્ત્ર (Astrology)અનુસાર, વિભિન્ન રાશિઓના લોકોનો પોતાનો આગવો સ્વભાવ હોય છે. આટલું જ નહીં પરંતુ પોતાની ભાવનાઓને પણ નિયંત્રિત કરવામાં એમનું વ્યક્તિત્વ ઝળકે છે!

શાંત સ્વભાવની રાશિઓ (Peaceful Zodiac Signs)

બધા લોકોમાં ક્રોધ નિયંત્રણ, ખુશી દર્શાવવી અને દુ:ખ પ્રગટ કરવાની અલગ-અલગ પદ્ધતિઓ હોય છે. અમુક રાશિઓ શાંત (Peaceful Zodiac Signs) હોય છે જ્યારે કેટલીક તો હદથી પણ વધારે ગુસ્સૈલ!

આ તમામ રાશિઓનો વ્યવહાર એમના સ્વામી ગ્રહના પ્રભાવને કારણે ઉગ્ર અથવા તો શાંત (Peaceful Zodiac Signs) હોય છે અને આ જ કારણથી તમામ વ્યક્તિઓના સ્વભાવમાં પણ વૈવિધ્ય જોવા મળે છે.

તો ચાલો તમને દર્શાવીએ કે, કઈ રાશિના જાતકો પોતાના ક્રોધ (Anger)ને તરત જ કાબૂમાં કરી લે છે અને ગમે તેટલું ઇચ્છો તો પણ આ જાતકોને જલદીથી ગુસ્સો આવતો નથી. આ ઉપરાંત, જો કોઈ પણ કારણે એમને ગુસ્સો આવે પણ તો એ સામેની વ્યક્તિની પરવા કર્યા વિના જ ત્વરિતપણે એનો સાથ છોડી દે છે.

કર્ક રાશિ

કર્ક રાશિ (Kark Rashi)

કર્ક રાશિના લોકો બહારથી ભલે કોમળ દેખાતા હોય પણ એનો એ અર્થ બિલકુલ એવો નથી કે એ કમજોર હોય છે! એમની વિચારવા અને સમજવાની ક્ષમતા ઘણી જ વધારે હોય છે અને કોઈ પણ પરિસ્થિતિને કાબૂમાં કરવામાં એ કાબેલ હોય છે, એમની બહારની કોમળતા એમની આંતરિક તાકાત (Inner Strength) બનતી હોય છે.

એમને ગુસ્સો ઘણો ઓછો આવે છે (Peaceful Zodiac Signs) પરંતુ જ્યારે આવે ત્યારે એ શાંતિથી એ બાબતનો ઉકેલ લાવી દે છે. પરંતુ જો ક્યારેય એમને પાણી માથા પરથી ઉપર જતું જણાય તેવા સંજોગોમાં આ જાતકો પોતાના ગુસ્સાને બધાની સમક્ષ પ્રગટ કરવામાં સંકોચ કરતા નથી અને એવા સમયે એમનો ગુસ્સો કોઈ પણ વ્યક્તિ શમાવી શકતો નથી.

મકર રાશિ (Makar Rashi)

મકર રાશિના લોકો જરુરથી વધારે શાંત સ્વભાવના (Peaceful Zodiac Signs) હોય છે અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની એમનામાં અતૂટ શ્રધ્ધા અને સતતપણે આગળ વધવાની તાકાત રહેલી હોય છે.

આ ઉપરાંત, એમની પ્રગતિ અને ઉપલબ્ધિઓ (Achievements) પણ એમની આગવી ઓળખ બને છે. આ લોકો પોતાની મહેનતના બળે મસમોટા મુકામ પણ હાંસલ કરી લે છે. આ જાતકો અન્ય લોકો સામે ક્યારેય પોતાની સફળતાની વાત કરતા નથી પણ એમની સિધ્ધિઓ જલદીથી દુનિયા સમક્ષ પ્રગટ થાય જ છે!

એમને ગુસ્સા પર કાબૂ મેળવવાનું (Anger Control) ઘણી કુશળતાથી આવડતું હોય છે અને મોટામાં મોટી બાબત અંગે પણ ગુસ્સો કર્યા વિના જ ઉકેલ લાવી શકે છે. જો કે, જ્યારે કોઈ વ્યક્તિ આ જાતકોના સરળ સ્વભાવનો ફાયદો ઉઠાવે છે તો એક સમયે એમનો ક્રોધ નિયંત્રણ ગુમાવી બેસે છે અને એવા લોકોથી આ જાતકો હંમેશા માટે દૂર રહેવાનું પસંદ કરે છે.

મીન રાશિ
મીન રાશિ

મીન રાશિ (Meen Rashi)

રાશિચક્રની બાર રાશિઓમાં આ સૌથી છેલ્લી રાશિ છે અને આ રાશિના લોકો એમની અલૌકિક સમજબૂઝ માટે જાણીતા છે. એમને ભવિષ્યની કોઇ પણ ઘટનાનો આભાસ અગાઉથી જ થઇ જાય છે!

મીન રાશિના જાતકો અન્ય રાશિઓની સરખામણીમાં વધારે સ્વપ્નશીલ (Dreamer) હોય છે અને પોતાના સપનાઓને પૂર્ણ કરવા માટે એ પૂરો પ્રયાસ કરે છે. મોટામાં મોટી સમસ્યાને પણ આ લોકો ચપટી વગાડતા જ ઉકેલી નાખે છે અને ઘણી જ ઝડપથી પાતાના ક્રોધ પર પણ નિયંત્રણ કરી લે છે. આ રાશિનો સ્વામી ગ્રહ બૃહસ્પતિ (Guru Graha) છે આથી એમની અંદર એક અમાપ નેતૃત્વક્ષમતા હોય છે અને ખૂબીની વાત એ છે કે, એમને ગુસ્સો તો ઘણો જ ઓછો આવે છે પણ આવે ત્યારે એમના ક્રોધને કોઈ શાંત કરી શકતુ નથી.

જો તમારી રાશિ પણ આ પૈકીની કોઈ એક હોય (Peaceful Zodiac Signs) તો આ ગુણો તમારા સ્વભાવ (Nature) સાથે સંલગ્ન હોઇ શકે છે. જો કે, એવું હંમેશાં જરુરી નથી આ રાશિઓના બધા જ લોકોનો સ્વભાવ એક સમાન જ હોય!


આ પણ વાંચો: 12 ઓગસ્ટે ગુરુનુ થશે ઉદય; આ રાશિના જાતકો માટે ભાગ્યોદયના સંકેત, ધન-સમૃદ્ધિમાં થશે વધારો

આ પણ વાંચો: શિવલિંગ પર જળાભિષેક કર્યા પછી પણ પાળવા પડે છે આ ખાસ નિયમો, જાણો શું કરવું અને શું ન કરવું

આ પણ વાંચો: શ્રાવણ માસમાં શિવ આરાધનાનું મહત્ત્વ: રાશિ પ્રમાણે જાણો ભોળાનાથને પ્રસન્ન કરવાની પૂજા વિધિ