Gujarat Weather News: ગુજરાતમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જોકે, રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ હોવાનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે.
અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી દિવસોમાં છૂટોછવાયો તેમજ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
