Surat News/ સુરતના ભીમરાડ ખાતે શ્રી ઉત્તર ગુજરાત ઉમિયા મહિલા મંડળ દ્વારા ૧૧મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો

માતા-પિતાને વૃદ્ધાશ્રમનો રસ્તો દેખાડનાર દીકરા-દીકરીઓ સામે લાલ આંખ કરવા મંત્રી હર્ષ સંઘવીનું આહવાન

Top Stories Gujarat

Surat News : સુરતના ભીમરાડ ખાતે આજે શ્રી ઉત્તર ગુજરાત ઉમિયા મહિલા મંડળ, સુરત દ્વારા ૧૧ મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં મહિલાઓ દ્વારા સમાજમાં પ્રવેશી ચૂકેલી કેટલીક બદીઓને નાબૂદ કરવા સંકલ્પ લેવામાં આવ્યા હતા.

આ મહિલા મંડળ દ્વારા થઇ રહેલા સામાજિક કાર્યો માટેના પ્રયાસના આવનારા દિવસોમાં ચોક્કસ સારા પરિણામો મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જે માતા પિતા આખી જીંદગી રાત દિવસ મહેનત કરીને પોતાના દિકરા દિકરીને ભણાવવા ગણાવવા અને તેના કરીયર બનાવવા માટે ચંપલ ઘસી નાંખે છે, તે જ દિકરા દિકરી પોતાના માતા પિતાને વૃધ્ધાશ્રમનો રસ્તો દેખાડે તેનાથી મોટુ કલંક બીજું કોઈ કલંક ન હોય શકે. આ બદીને દુર કરવા આપણે પણ સંકલ્પ લેવો પડશે.

સમાજમાં કોઈપણ દીકરો-દીકરી પોતાના માતા-પિતાને વૃદ્ધાશ્રમનો રસ્તો દેખાડે તો, તેને પણ આપણા ઘરે કોઈ પણ પ્રસંગમાં બોલાવવાનું બંધ કરી દો. ત્યાર બાદ વડીલ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું બંધ થશે. આ પ્રકારના સામાજિક કાર્યો જો મહિલાઓ હાથમાં લેશે તો બદલાવ જરૂરથી આવી શકશે. એક એવો માહોલ બનાવવો જોઈએ કે વૃદ્ધાશ્રમની સમાજમાં ક્યાંય જરૂર જ ન પડે. 2025નું આ વર્ષ વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાયેલા માતા-પિતાને તેમના દીકરા દીકરીની સાથે મિલન કરાવવાનું વર્ષ બનાવવા મંત્રીએ અપીલ કરી હતી.

મોબાઈલમાં રહેતા દીકરા દીકરી કે પૌત્ર પૌત્રીને મોબાઈલથી દૂર રાખવા પોતે પણ થોડું આગળ આવવા અપીલ કરી હતી. વડીલો અને માતાઓ પોતાના નવરાશના સમયમાં દીકરા દીકરીને કે પૌત્ર પૌત્રીને દરરોજ એક વાર મેદાનમાં રમવા લઈ જવા પડશે. આ સંકલ્પ પણ ઉપસ્થિત મહિલાઓ દ્વારા લેવામાં આવ્યો હતો.

મંત્રીએ લવ જેહાદ મુદ્દે સતર્ક રહી સમાજમાં આવા કિસ્સા ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા આહવાન કરીને ઉમેર્યું હતું કે, સમાજમાં કોઈ આપણી દીકરીઓને પોતાના નામ બદલીને પ્રેમ જાળમાં ફસાવી જાય અને તેમાં આપણે આપણી દીકરીઓની ટીકા કરીએ તે કેવી રીતે ચાલે? આવો કોઈ કિસ્સો ધ્યાને આવે તો સમાજમાં તેની ટીકા કરવાને બદલે તેની મદદ કરવા પણ મંત્રીએ અપીલ કરી હતી.

સૌના દીકરા તરીકેની જવાબદારી નિભાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂ કરેલી શ્રાવણ તીર્થ યાત્રા યોજના અંતર્ગત વડીલોને તીર્થ સ્થાનો પર દર્શન કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યના કોઇપણ તીર્થ સ્થળ પર જવા ઈચ્છુક વડીલોને સલામત રીતે ત્યાં લઈ જવા અને પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિઃશુલ્ક બસ સેવા આપવામાં આવે છે. આ યોજનાનો મહત્તમ લાભ લેવા મંત્રી હર્ષ સંઘવીએ વડીલોને અપીલ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેવાનોની હેવાનિયત, બોરસદમાં યુવતી પર નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

આ પણ વાંચો:જૂનાગઢ તોડકાંડ કેસમાં ફરાર આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ATSને મળી મોટી સફળતા