Gujarat Budget 2024/ નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

રાજ્ય શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધી દેશના વિકાસ માટે મહત્વનો પાયો નાખે તે હેતુથી વિદ્યાર્થીઓ માટે નવી જાહેરાતો કરાઈ છે. વિકસિત ભારતના @2047ના સંકલ્પને પૂર્ણ કરવા કિશોરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ રૂપિયા….

Top Stories Gujarat
Beginners guide to 7 1 નાણામંત્રીએ કરી નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, જાણો કોને મળશે લાભ

Gujarat Budget 2024: ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં બજેટ રજૂ કરી ગુજરાતના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને, દીકરીઓના શિક્ષણ માટે નવી યોજના લાવ્યા છે. રાજ્ય શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધી દેશના વિકાસ માટે મહત્વનો પાયો નાખે તે હેતુથી વિદ્યાર્થીઓ માટે નવી જાહેરાતો કરાઈ છે. વિકસિત ભારતના @2047ના સંકલ્પને પૂર્ણ કરવા કિશોરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ રૂપિયા 50 હજારની પણ સહાય કરશે.

ગુજરાત વિધાનસભામાં આજે 65મું અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું છે. રાજ્યમાં વસતા વિવિધ વર્ગોના લોકો માટે સરકારે આજે નવી જાહેરાત કરી છે. નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

નમો લક્ષ્મી યોજનાથી ધોરણ ૯ થી ૧૨માં કન્યાઓનો પ્રવેશ વધશે. તેઓ અભ્યાસ પૂરો કરી શકશે અને તેથી મહિલા શિક્ષણ તેમજ પોષણને ઉત્તેજન મળશે. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને રૂપિયા 10 હજારની અભ્યાસ પેટે સહાય કરાશે. ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીનીઓને રૂપિયા 15 હજારની શિક્ષણ પેટે સહાય કરવામાં આવશે. વધુમાં, વિદ્યાર્થીનીને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રૂપિયા 50 હજારની મદદ કરવામાં આવશે.

નાણામંત્રી એ બજેટના ભાષણમાં દીકરીઓના વિકાસ માટે ઉલ્લેખ કરતાં કહ્યું કે, “વિકસિત ગુજરાત @૨૦૪૭ ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢ તોડકાંડ કેસમાં ફરાર આરોપી તરલ ભટ્ટ ઝડપાયો, ATSને મળી મોટી સફળતા

આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી