Surat/ અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

તેવામાં સુરતના અડાજણ વિસ્તાર માં 22 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અડાજણ વિસ્તારમાં રહેતી નેહાબેન રોહિતના લગ્નને અંદાજીત 4 વર્ષથી વધુનો સમય વિત્યો હતો. જેમાં તેમને સંતાનમાં એક દીકરી જન્મી હતી. જોકે નેહા બેને આપઘાત કરી….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 30T110636.497 અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

@Divyesh Parmar

Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં 22 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતને પગલે પિયર પક્ષે સાસરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપ કરી દીકરીના ન્યાયની માગ કરી હતી.

સુરતમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે કોઈ માનસિક તણાવના કારણે,  કોઈ આર્થિક સંકળામણના કારણે તો કોઈ બીમારીના કારણે આપઘાત કરી રહ્યું છે. તેવામાં સુરતના અડાજણ વિસ્તાર માં 22 વર્ષીય પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અડાજણ વિસ્તારમાં રહેતી નેહાબેન રોહિતના લગ્નને અંદાજીત 4 વર્ષથી વધુનો સમય વિત્યો હતો. જેમાં તેમને સંતાનમાં એક દીકરી જન્મી હતી. જોકે નેહા બેને આપઘાત કરી લેતા બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી હતી. પરિણીતાના મોતને પગલે પિયર પક્ષે સાસરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સાસુ અને દિયર તેમની દીકરીને હેરાન પરેશાન કરતા હતા. કામની નાની નાની બાબતોમાં તેમની દીકરીને ખૂબ સંભળાવતા હતા. બે દિવસ પહેલા તેમની દીકરી પોતાના ઘરે આવી ત્યારે તેમણે બધું જણાવ્યું હતું. પરંતુ જમાઈ આવીને દીકરીને લઈ ગયા હતા. તેમ છતાં કોઈ સુધર્યું ન હોવાથી તેમની દીકરીએ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જણાવ્યું હતું. હાલ પિયર પક્ષે પોતાની દીકરીને ન્યાય મળે તેવી માગ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની થઈ જાહેરાત, 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

આ પણ વાંચો: વડોદરા: હરણી તળાવ દુર્ઘટનામાં વધુ એક આરોપી નિલેશ જૈન ઝડપાયો, અત્યાર સુધી 13 લોકોની કરાઈ ધરપકડ