Vadodara/ વડોદરા: હરણી તળાવ દુર્ઘટનામાં વધુ એક આરોપી નિલેશ જૈન ઝડપાયો, અત્યાર સુધી 13 લોકોની કરાઈ ધરપકડ

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં વધુ એક આરોપી નિલેશ જૈનની ધરપકડ કરવામાં આવી. હરણી તળાવમાં શાળાની પિકનિક પર ગયેલા બાળકો અને શિક્ષકો બોટ ઉંધી પડતા દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 58 1 વડોદરા: હરણી તળાવ દુર્ઘટનામાં વધુ એક આરોપી નિલેશ જૈન ઝડપાયો, અત્યાર સુધી 13 લોકોની કરાઈ ધરપકડ

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં વધુ એક આરોપી નિલેશ જૈનની ધરપકડ કરવામાં આવી. બોટ દુર્ઘટનામાં દોશી પરિવારનાં ત્રણ સભ્યોની પોલીસે ધરપકડ કરવામાં આવી અને SITએ અન્ય ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે હરણી તળાવ દુર્ઘટનામાં ધરપકડનો આંકડો 13 સુધી પંહોચ્યો છે. આ દુર્ઘટનામાં કુલ 19 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી 13ની ધરપકડ થઈ છે જ્યારે હજી પણ 6 આરોપીઓ ફરાર છે તેમને શોધવા વડોદરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હરણી તળાવ દુર્ઘટનાને લઈને આજે સાંજે વડોદરા પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરશે.

Capture 30 વડોદરા: હરણી તળાવ દુર્ઘટનામાં વધુ એક આરોપી નિલેશ જૈન ઝડપાયો, અત્યાર સુધી 13 લોકોની કરાઈ ધરપકડ

18 જાન્યુઆરીએ વડોદરામાં આ કરુણ દુર્ઘટના બનતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપીઓની અટકાયત કરી. તપાસમાં સામે આવ્યું કે તળાવમાં બોટિંગ મામલે ડોલ્ફિન એન્ટરટેઇનમેન્ટને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેઓ હિસાબ-કિતાબનું પરેશ શાહ અને નિલેશ જૈનને રિપોર્ટિંગ કરતા હતા. બંને આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન સામે ગુનો નોંધાયો છે. બંને આરોપી પરિવાર સાથે ફરાર છે. જો કે પોલીસે તમામ એરપોર્ટ અને હાઈવે પર આરોપીઓ અંગે સૂચના આપી છે.

વડોદરાના હરણી તળાવ બોટ દૂર્ઘટનામાં મૃતકોની સંખ્યા 17 પહોંચી ,૧૮ સામે પોલીસ  ફરિયાદ

વધુમાં પોલીસે જણાવ્યું કે દુર્ઘટના સમયે આરોપી નયન બોટ ચલાવતો હતો વાસ્તવમાં નયન ગેમિંગ ઝોનમાં કામ કરતો હતો પરંતુ તે દિવસે પિકનિકના કારણે વધુ સવારીના કારણે નયનને બોટ ચલાવવામાં આપી હતી. જેને બોટ ચલાવતા આવડતું નહોતું તેમજ સ્વિમિંગ પણ નહોતું આવડતું. સામાન્ય રીતે નિયમ હોય છે બોટ ચલાવનારને ત્યારે જ મંજૂરી મળી જ્યારે તેમને સ્વિમિંગ આવડતું હોય. જ્યારે આ કેસમાં બોટ ચલાવનારને સ્વિમિંગ બિલકુલ આવડતું નહોતું. આ દુર્ઘટનામાં તમામ આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં જેમાં મુખ્ય આરોપીમાં પરેશ શાહ સાથે તેમના પત્ની અને દિકરીને પણ નોટિસ મોકલવામાં આવી છે. પોલીસે કોર્પોરેશન પાસેથી કોન્ટ્રાક્ટના દસ્તાવેજો પણ મેળવી લીધા છે.

હરણી તળાવમાં શાળાની પિકનિક પર ગયેલા બાળકો અને શિક્ષકો બોટ ઉંધી પડતા દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. જેના બાદ કોન્ટ્રાક્ટર અને શાળા સંચાલક તેમજ DEOની કચેરીની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. આ દુર્ઘટનામાં કુલ 15 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમના પરીવાર દ્વારા કોર્ટમાં ન્યાય માટે ગુહાર લગાવવામાં આવી. બોટ દુર્ઘટનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: