અમરેલી/ રાજુલા શહેરમાં આવેલી હોસ્પિટલમાં અચાનક દીપડો ઘુસી આવતા મચી અફરાતફરી

રાજુલામાં આવેલી એક હોસ્પિટલમાં કામગીરી ચાલી રહી હતી એવામાં બિલ્ડીંગના બીજા માળે એક રૂમમાં અચાનક દીપડો ઘુસી આવ્યો હતો

Gujarat Others
દીપડો

દીપડાનો ત્રાસ અત્યારે ખુબ જ વધી રહ્યો છે એવામાં અમરેલીના રાજુલા શહેરમાં આવેલી એક હોસ્પિટલમાં દીપડો ઘુસી જવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર શ્રી રામકૃષ્ણ આરોગ્ય હોસ્પિટલમાં અત્યારે કામગીરી ચાલી રહી છે, એવામાં અચાનક ત્યાં દીપડો ઘુસી આવ્યો હતો. ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

રાજુલામાં આવેલી એક હોસ્પિટલમાં કામગીરી ચાલી રહી હતી એવામાં બિલ્ડીંગના બીજા માળે એક રૂમમાં અચાનક દીપડો ઘુસી આવ્યો હતો. ત્યાં હાજર લોકોમાં ડર ફેલાઈ ગયો અને બચવા માટે લોકો આમથી તેમ ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ વનવિભાગને જાણ કરતા ઘટના સ્થળે પોહચી તેમને દીપડાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

વનવિભાગએ દીપડાને પકડવાના તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ તેને પકડે તે પહેલા જ દીપડો સીમ વિસ્તારમાં નીકળી ગયો હતો. આ ઘટનાને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાં કોઈને જાનહાની થઈ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Accident/રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પિતા પુત્રનું ઘટનાસ્થળ પર મોત, CCTVમાં કેદ થઈ ઘટના

આ પણ વાંચો:Rajkot/જનેતાએ માસૂમ પુત્રીનો ભોગ લેવાનો કર્યો પ્રયાસ, એસિડ પીને આપઘાત કર્યો

આ પણ વાંચો:Crime/સુરતમાં 15 વર્ષના કિશોરે સગીરાને હવસનો શિકાર બનાવી