Not Set/ રાજ્યમાં ગ્રાન્ટેડ શિક્ષકોનાં પડતર પ્રશ્ને આંદોલન

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોના પડતર પ્રશ્નો અનેકવાર રજૂઆત પછી પણ શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા ઉકેલાયા નથી.

Gujarat Others
11 307 રાજ્યમાં ગ્રાન્ટેડ શિક્ષકોનાં પડતર પ્રશ્ને આંદોલન
  • ગુજરાતમાં ગ્રાન્ટેડ શિક્ષકોના પડતર પ્રશ્ને આંદોલન
  • લાંબા સમયથી પ્રશ્નો નહીં ઉકેલાતાં આંદોલન
  • સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત પરિણામ શૂન્ય
  • 20 જુલાઇ થી ત્રણ તબક્કામાં ધડાયાં કાર્યક્રમ

ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવતાં શિક્ષકોના પડતર પ્રશ્નો અનેકવાર રજૂઆત પછી પણ શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા ઉકેલાયા નથી. અંતે પડતરપ્રશ્નો ઉકેલવાની માગ સાથે ત્રિસ્તરીય આંદોલનાત્મક કાર્યક્રમ આપવાનો નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે કર્યો છે.

ભારતીય આર્મી / પાકિસ્તાનની કાર્યવાહી પર નજર રાખવા માટે ભારતીય સેનાએ એલઓસી પર કેમેરા લગાવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષક સંઘના પડતરપ્રશ્નોનો લાંબા સમયથી ઉકેલ નહીં આવતાં ત્રિસ્તરીય તબક્કામાં આંદોલનાત્મકકાર્યક્રમ ઘડી કાઢ્યો છે. જે મુજબ 20 જુલાઇએ મંત્રી –સાંસદ –ધારાસભ્યો અને જિલ્લાશિક્ષણાદિકારીને આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ સરકાર હકારાત્મક પ્રતિભાવ નહીં આપે તો શિક્ષકસઘના નેજા હેઠળ મૌન ધરણાંનો કાર્યક્રમ બીજા તબક્કામાં યોજાશે. જો બે તબક્કામાં પણ સરકાર પ્રતિભાવ નહીં આપે તો સમગ્ર મામલો ગાંધીનગર સુધી લઇ જવાનો નિર્ણય શિક્ષક સંઘે કર્યો છે. ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજાશે.

ચોમાસું સત્ર / કોંગ્રેસે સંસદમાં મોદી સરકારને ઘેરવા માટે વ્યુહરચના બનાવી, 6 મોટા મુદ્દાઓ નક્કી કર્યા

 શિક્ષક સંઘની માગ શું છે ?

-5 વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણાય

-સાતમા પગારપંચનું એરિયર્સ 5 હપ્તામાં ચૂકવવું

-3વર્ષ કરતાં વધુ સમય વીત્યા પછી પણ હપ્તા ચૂકવાયા નથી

-બિનશરતી ફાજલ શિક્ષકોને કાયમી રક્ષણ આપવામાં વિસંગતતા દૂર કરો

રાજકારણ / રાષ્ટ્રપતિ ચૂંટણી લડવાની બાબત અફવા, પ્રશાંત કિશોર સાથેની મુલાકાત બિનરાજકીય : શરદ પવાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની અનેકવારની રજૂઆત બાદ હવે આંદોલનાત્મક કાર્યક્રમ ઘડાયા છે. ત્યારે સરકારનાં નિર્ણય પર સૌની નજર રહેશે.