પંચમહાલ/ મોત તો સુધારો સરકાર : કાલોલનાં ગામો માગી રહ્યા છે સ્મશાનની સુવિધા

નાનીપિંગળી ગામે મૃત્યુ પામેલ યુવકનાં અંતિમ સંસ્કાર સમયે વરસાદ વરસતા ભારે મુશ્કેલીઓ વચ્ચે ટાડપત્રીઓનાં સહારે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others
પંચમહાલ

પંચમહાલનાં કાલોલ તાલુકાનાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સ્મશાન ગૃહની સુવિધાના અભાવે ગ્રામજનોને ચોમાસા દરમ્યાન મૃતકનાં અંતિમ સંસ્કાર કરવા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આઝાદીનાં સાત દાયકાઓ પછી આજે પણ પંચમહાલ જિલ્લાનાં કેટલાક ગામડાઓમાં મૃતકનાં અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાનોની સુવિધાઓ નથી. જેથી આવા ગ્રામ્ય વિસ્તારોમાં મૃત્યુ પામેલા મૃતકની અંતિમવિધિ ખુલ્લા મેદાનમાં કરવામાં આવતી હોય છે. ચોમાસા દરમ્યાન આવા ગામડાઓના ગ્રામજનોને ભારે મુશ્કેલીઓ વચ્ચે અગ્નિદાહ આપવાની ક્રિયા કરવી પડતી હોય છે. આવો જ એક કિસ્સો કાલોલ તાલુકાનાં નાનીપિંગળી ગામે બન્યો છે. નાનીપિંગળી ગામે મૃત્યુ પામેલ યુવકનાં અંતિમ સંસ્કાર સમયે વરસાદ વરસતા ભારે મુશ્કેલીઓ વચ્ચે ટાડપત્રીઓનાં સહારે અંતિમ વિધિ કરવામાં આવી હતી. ભારે તકલીફો વચ્ચે કરવામાં આવેલી અંતિમવિધિનો વિડિઓ વાઇરલ થતા તંત્રનાં વિકાસની પોલ ખુલી હતી. આ ગામમાં આઝાદીનાં સાત દાયકા પછી પણ સ્મશાનગૃહનાં અભાવે ગ્રામજનો મૃતકની અંતિમવિધિ ખુલ્લામાં કરી રહ્યા છે.

આ પણ વાંચો : ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે, કાચા તેલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો