Cricket/ વિરાટ કોહલીએ 3 વર્ષ બાદ ODIમાં સદી ફટકારી, પોન્ટિંગને પાછળ છોડી બીજા નંબર પર સૌથી વધુ સદી કરનાર બેટસમેન બન્યો

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર પોતાના બેટથી રન નીકળ્વા લાગ્યા છે. તાજેતરમાં એશિયા કપમાં સદી ફટકારી હતી અને તે પછી T20 વર્લ્ડ કપ 2022માં ટોપ સ્કોરર બન્યો હતો.

Top Stories Sports
23 1 વિરાટ કોહલીએ 3 વર્ષ બાદ ODIમાં સદી ફટકારી, પોન્ટિંગને પાછળ છોડી બીજા નંબર પર સૌથી વધુ સદી કરનાર બેટસમેન બન્યો

ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર પોતાના બેટથી રન નીકળ્વા લાગ્યા છે. તાજેતરમાં એશિયા કપમાં સદી ફટકારી હતી અને તે પછી T20 વર્લ્ડ કપ 2022માં ટોપ સ્કોરર બન્યો હતો.  વનડેમાં પણ વિરાટે ત્રણ વર્ષ બાદ સદી ફટકારી છે. આ ફોર્મેટમાં આ તેની 44મી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 72મી સદી હતી. આ સાથે તે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગને પાછળ છોડીને વિશ્વમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજો ખેલાડી બની ગયો છે. તેના ઉપર 100 સદી સાથે મહાન સચિન તેંડુલકર છે.બીજા નંબર પર હવે વિરાટ કોહલી 

ચટ્ટોગ્રામમાં બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં વિરાટ કોહલીએ 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે ઈશાન કિશનને ટેકો આપ્યો, જેણે પહેલી વિકેટ ઝડપથી પડી ગયા પછી 210 રનની જબરદસ્ત ઇનિંગ રમી અને બીજી વિકેટ માટે 290 રન ઉમેર્યા. વિરાટે આ મેચમાં 91 બોલમાં 113 રનની ઇનિંગ પણ રમી હતી. પોતાની શાનદાર ઇનિંગ્સમાં વિરાટે 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. શરૂઆતમાં, તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો પરંતુ એકવાર સેટ થયા પછી તેણે બાંગ્લાદેશી બોલરોને ચોમેર ધોયા હતા

સચિન તેંડુલકર – 100 (782 ઇનિંગ્સ) વિરાટ કોહલી – 72 (536 ઇનિંગ્સ) રિકી પોન્ટિંગ – 71 (668 ઇનિંગ્સ) કુમાર સંગાકારા – 63 (666 ઇનિંગ્સ) જેક કાલિસ – 62 (617 ઇનિંગ્સ)