હવામાન વિભાગની આગાહી/ વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી , આગામી 24 કલાક રાજ્યમાં રેહશે આટલો વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ચારે બાજુ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. ગુજરાતમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Top Stories Gujarat
Heavy Rain

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ચારે બાજુ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. ગુજરાતમાં હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહેશે. આ ઉપરાંત આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદ રેહશે.

અત્યારે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોધાયો છે. આ ઉપરાંત હવામાન વિભાગે એ પણ જાણ કરી છે કે આવતીકાલે છૂટા છવાયો વરસાદ વરસી શકે છે. આ સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામન્ય વરસાદની સંભાવના રહેલી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુંલેશનથી વરસાદ વરસી રહ્યો છે. નવસારી, ડાંગ,તાપી, નર્મદા,ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ તાપી અને ડાંગમાં ઠેર ઠેર ખુબ જ પાણી ભરાઈ ગયા છે. અને ત્યાં હજુ પણ ભારે વરસાદ રહી શકે છે. જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર,રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના રહી છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં 229.2 mm વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર અત્યાર સુધી પડવો જોઈએ એના કરતાં રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડી ચુક્યો છે.

આ સાથે જ ગુજરાતના અનેક રાજ્યોમાં ખુબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં નવ ઈંચ, સુરતના મહુવામાં નવ ઈંચ, તાપીના વ્યારામાં પોણા આઠ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં પોણા આઠ ઈંચ , તાપીના ડોલવણમાં સાડા સાત ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા સાત ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય જૂનાગઢના વિસાવદરમાં છ ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં છ ઈંચ, ધોરાજી, બારડોલીમાં સાડા પાંચ ઈંચ, ચોટીલા, વડીયા, જેતપુરમાં સાડા પાંચ ઈંચ, તિલકવાડા, ઉના, વાંસદામાં સવા પાંચ ઈંચ, ઉપલેટા, ચીખલી, બાયડમાં પાંચ પાંચ ઈંચ, ગણદેવી, વંથલી, સોનગઢમાં પોણા પાંચ ઈંચ, વેરાવળ, ખેરગામ, જલાલપોરમાં પોણા પાંચ ઈંચ, કુકરમુન્ડા, સુબિર, વઘઈમાં Gujarat Heavy Rain સાડા ચાર ઈંચ, ધનસુરા, નવસારી, આહવામાં સવા ચાર ઈંચ, પલસાણા, જોડીયા, નાંદોદમાં ચાર ચાર ઈંચ. ગરૂડેશ્વર, ગાંધીધામ, માળીયા હાટીનામાં પોણા ચાર ઈંચ , કપરાડા, ડભોઈ, તલોદમાં પોણા ચાર ઈંચ, બાબરા, કોડીનાર, ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ, ધ્રોલ, મોરબી, ધરમપુરમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ , સુરતના માંડવી, ઉમરગામ, બોરસદમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચોઃ South Gujarat-Rain/ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર ક્યાંક મેઘકહેર ન બની જાય તેની ચિંતા

આ પણ વાંચોઃ Wanted Criminal Caught/ સુરતમાં 23 વર્ષથી હત્યાના ગુનામાં ભાગતો ફરતો મોસ્ટ વોન્ટેડ આરોપી ઝડપાયો, પોલીસથી બચવા આરોપી મથુરામાં જઈ સાધુ બની ગયો હતો

આ પણ વાંચોઃ Rajkot Rain/ રંગીલા રાજકોટમાં વરસાદે બોલાવી રમઝમ

આ પણ વાંચોઃ Building Collapse/ અમદાવાદમાં વધુ એક બિલ્ડિંગ ધરાશાયીઃ 30થી વધુ લોકો ફસાયાની શંકા

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ જૂનાગઢમાં મેઘતાંડવઃ 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, રાજયના 224 તાલુકામાં વરસાદ