Election/ સૌરાષ્ટ્રમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, આ પાલિકામાં 13 બેઠકો પર લહેરાયો કેસરિયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મહાપાલિકા બાદ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ  હવે પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.પરંતુ ચૂંટણી પહેલા જ કોંગ્રેસે જિલ્લા પંચાયતની ૨ તાલુકા પંચાયત ૧૩ અને પાલિકાની ૨૨

Gujarat
bjp 11 સૌરાષ્ટ્રમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, આ પાલિકામાં 13 બેઠકો પર લહેરાયો કેસરિયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મહાપાલિકા બાદ ભાજપ-કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓએ  હવે પંચાયતો અને પાલિકાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.પરંતુ ચૂંટણી પહેલા જ કોંગ્રેસે જિલ્લા પંચાયતની 1 તાલુકા પંચાયત 13 અને પાલિકાની 22 બેઠકો ગુમાવી દીધી છે. જેમા જૂનાગઢ જિલ્લા પંચાયતની બિલખા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક ભાજપને મળી છે. તેમજ દ્વારકા જિલ્લાની બરડીયા જિલ્લા પંચાયતની બેઠક પરથી કોંગ્રેસ અને આપના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા આ બેઠક પણ ભાજપને બિનહરીફ મળી છે.

bharatiya janata party: Latest News, Videos and bharatiya janata party Photos | Times of India

Flight / કોરોના ઇફેક્ટ : સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધની મર્યાદા 31મી માર્ચ લંબાવી

સૌરાષ્ટ્રમા તા.૨૮મીએ પંચાયત, પાલિકાની ચૂંટણીઓ યોજાય તે પૂર્વે જ તડજોડની રાજનીતિના કારણે 41 બેઠકો બિનહરિફ થઈ ગઈ છે. જેમા ભાજપનો હાથ ઉપર રહ્યો છે. ઉના પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપના કબ્જામા આવી ગઈ છે કારણ કે કોંગ્રેસના 16 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. હવે બાકીના ૧૨ કોંગી ઉમેદવારોને કેવુ જનસમર્થન મળે છે તે જોવુ રહ્યું, બીજી તરફ વાંકાનેર પાલિકામા કુલ 28 બેઠકોમાંથી કોંગ્રેસના 17 ઉમેદવારો જ મેદાનમા છે.

Karnataka: Eranna Kadadi, Ashok Gasti chosen as BJP's RS candidates | Deccan Herald

 

Mumbai / મુકેશ અંબાણી શંકાસ્પદ કાર કેસ : પોલીસને મળ્યા મહત્વના પુરાવા, CCTV ફૂટેજમાં ડ્રાઇવરની થઇ ઓળખ

તેમજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની સુલતાનપુર, જામકંડોરણા તાલુકાની બરડીયા, ચાવંડી અને જસાપર તાલુકા પંચાયતની બેઠક ભાજપને બિનહરીફ મળી છે. જૂનાગઢ તાલુકા પંચાયતની ભલગામ બેઠક, વાડાસડ અને ધંધુસર બેઠક તેમજ મોરબી જિલ્લાના ટંકારાના સાવડી બેઠક, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાની વાંસજાળીયા બેઠક ભાજપને બિનહરીફ મળી છે.દ્વારકા જિલ્લાની પોસીત્રા, ધ્રાસણવેલ, ટુપ્પણી અને મીઠાપુર-૨ બેઠક ભાજપને બિનહરીફ મળી છે. ઉના પાલિકાની ૨૧ બેઠક ચૂંટણી પહેલાજ ભાજપને બિનહરીફ મળી જતા ત્યાં કેસરીયો લહેરાયો છે. તેમજ કેશોક પાલિકાના વોર્ડ નં.૧ની એક બેઠક ભાજપને બિનહરીફ મળી છે.ઓખા પાલિકાની પેટાચૂંટણીમા વોર્ડ નં.૧માં ભાજપ બિનહરીફ થયુ છે.સલાયા પાલિકાની ૮ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ મેદાનમા જ નથી. ત્યાં કોંગ્રેસ અને આપ વચ્ચે જ મુકાબલો છે. રાજકોટ જિલ્લાની તાલુકા પંચાયતની ધોરાજીની ઝાંઝમેર બેઠક તેમજ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તાલુકા પંચાયતની સામોર બેઠક અને વેરાવળ પાલિકાની બે બેઠક કોંગ્રેસને બિનહરિફ મળી છે.

Morbi / મોરબીમાં બે સિરામિક એકમો પર ઈન્કમટેક્ષના દરોડા, બેનામી વ્યવહારો ઝડપાયા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…