Covid-19/ જામનગર જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારઘી કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. આ વાયરસની ઝપટમાં ઝડપથી લોકો આવી રહ્યા છે. નેતા હોય કે અભિનેતા આ વાયરસ તમામની મુસિબતમાં વધારો કર્યો છે.

Top Stories Gujarat Others
જામનગર IAS સંક્રમિત
  • જામનગર જિલ્લા કલેકટર કોરોના સંક્રમિત
  • ડો.સૌરભ પારઘીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • તબિયત નાદુરસ્ત રહેતા કરાવ્યો હતો રિપોર્ટ
  • હોમ આઇસોલેશનમાં મેળવી રહ્યા છે સારવાર
  • જામનગર શહેરમાં સતત વધી રહ્યા છે કેસ

રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. આ વાયરસની ઝપટમાં ઝડપથી લોકો આવી રહ્યા છે. નેતા હોય કે અભિનેતા આ વાયરસ તમામની મુસિબતમાં વધારો કર્યો છે. વળી આ વાયરસની ઝપટમાં ગુજરાતનાં પણ મોટી સંખ્યામાં કેસ આવી રહ્યા છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, જામનગર જિલ્લા કલેક્ટર કોરોનાથી સંક્રમિત થયા છે.

આ પણ વાંચો – નિર્ણય / ચૂંટણી પહેલા 5 રાજ્યોમાં રેલીઓ પર પ્રતિબંધ ચાલુ રહેશે? આવતીકાલે EC વિચારમંથન કરશે

આપને જણાવી દઇએ કે, જામનગર જિલ્લાનાં કલેક્ટર ડો.સૌરભ પારઘીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, ડો.પારઘીની તબિયત છેલ્લા ઘણા દિવસોથી ખરાબ હતી. જે પછી તેમણે કોરોનાનો રિપોર્ટ કરાવવાનું વિચાર્યુ હતુ. જે પછી તેમને સમાચાર મળ્યા હતા કે તેઓ કોરોના પોઝિટિવ છે. જો કે હવે તે હોમ આઇસોલેશનમાં સારવાર મેળવી રહ્યા છે. જણાવી દઇએ કે, જામનગર શહેરમાં કોરોનાનો આંતક વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. તેમા પણ ઉતરાયણનાં તહેવારમાં જે રીતે લોકોએ બેદરકારી દાખવી છે તે વધુ મોટી સંખ્યામાં આ વાયરસને આવકારો આપવા બરોબર બને તેવી પણ પૂરી સંભાવનાઓ છે.

આ પણ વાંચો – OMG! / કોવિડને કારણે શાળાઓ થઈ બંધ, તો અહીં ઝડપથી ગર્ભવતી થતી છોકરીઓએ સરકારની વધારી ચિંતા

રાજ્યમાં શુક્રવારે કોરોનાનાં 10,019 નવા કેસ નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 3,090 માં નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘચાડો જોવા મળ્યો નથી. સુરતમા શુક્રવારે 2,986 માં નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં 1,274 કેસ, રાજકોટમાં 296 કેસ, વલસાડમાં 183 કેસ, ગાંધીનગરમાં 142 કેસ, ભરૂચમાં 118 કેસ, નવસારીમાં 140 કેસ, મહેસાણામાં 104 કેસ, સુરત ગ્રામ્યમાં 273 કેસ, ભાવનગરમાં 225 કેસ અને કચ્છમાં 101 કેસ નોંધાયા છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં શુક્રવારે 4,831 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 55,798 છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી 2 દર્દીઓનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 9,03,423 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 8,40,971 પહોંચી ગઇ છે.