task force/ શેત્રુંજ્ય જૈન તીર્થ પાલીતાણા મુદ્દે ટાસ્ક ફોર્સની રચના કરાઇ,આઠ સભ્યનો ફોર્સમાં સમાવેશ

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ સ્થળ પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બર ના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જૈન ધર્મસ્થાન પર હુમલાને લઈ રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે

Top Stories Gujarat
Task Force
  • શેત્રુંજ્ય જૈન તીર્થ પાલીતાણા મુદ્દે ટાસ્ક ફોર્સ રચાઈ
  • મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરની ટાસ્ક ફોર્સની રચના કરી
  • આઠ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના
  • ભાવનગર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાઈ ટાસ્કફોર્સ

Task Force   ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ સ્થળ પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બર ના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જૈન ધર્મસ્થાન પર હુમલાને લઈ રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શેત્રુંજય જૈન તિર્થ ક્ષેત્ર પાલીતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો સંદર્ભે આઠ સભ્યોની એક ઉચ્ચ સ્તરિય ટાસ્ક ફોર્સની રચના કરી છે.આ ટાસ્ક ફોર્સ જૈન સમાજની રજૂઆતો માંગણીઓને ધ્યાને લઇને જે મુદ્દાઓનું નિરાકરણ કરવું જરૂરી છે તે બાબતે રચવામાં આવી છે

ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણામાં રચાયેલી આ ટાસ્ક ફોર્સના Task Force  અન્ય સભ્યોમાં રેન્જ આઇ.જી. ભાવનગર, ઉપરાંત ભાવનગર જિલ્લાના પોલિસ અધિક્ષક, નાયબ વન સંરક્ષક, ભૂ-સ્તર શાસ્ત્રી, જિલ્લા જમીન દફ્તર નિરિક્ષક અને પાલીતાણા નગરપાલીકાના ચિફ ઓફિસર સભ્યો તરીકે રહેશે.ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ તરીકે સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પાલીતાણા રહેશે.

ગુજરાતના પ્રસિદ્ધતીર્થ સ્થળ પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બરના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જૈન મંદિર હુમલાને લઈ રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ એક્શનમાં આવ્યા છે અને મામલાની તપાસ માટે ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગાંધીનગર ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પાલીતાણા એ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી.આ સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. જેથી તમામ પ્રશ્નોની વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે, એક ટાસ્ક ફોર્સ બનાવી મહત્વના કામો માટે પગલાં લેવામાં આવશે. કોઈપણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે.

Air India/ આરોપી શંકર મિશ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો, આ રીતે કર્યું લોકેશન ટ્રેસ