Accident/ શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, 233 મુસાફરો સાથે ઈન્ડિગોનું વિમાન બરફ સાથે અથડાયું

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. અહીંના એરપોર્ટ પર 233 મુસાફરો ભરેલું ઈન્ડિગો એરલાઈન્સનું વિમાન એરપોર્ટ પર જ જામેલા બરફ સાથે ટકરાયું હતું. આ અકસ્માતના

Top Stories India
1

જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. અહીંના એરપોર્ટ પર 233 મુસાફરો ભરેલું ઈન્ડિગો એરલાઈન્સનું વિમાન એરપોર્ટ પર જ જામેલા બરફ સાથે ટકરાયું હતું. આ અકસ્માતના પગલે શ્રીનગર એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. જો કે અકસ્માતમાં મુસાફરોને કોઇ જાનહાનિ થઇ હોવાનું જાણવા મળ્યું નથી.

Begins To Leak Fuel In Indigo Plane Coming From Srinagar To New Delhi, Big Accident Close Save - श्रीनगर से नई दिल्ली आने वाले इंडिगो विमान के ईंजन से लीक करने लगा

Covid-19 /  શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ ધોરણ 12ની વિદ્યાર્થિનીને કોરોના…

આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણેએરપોર્ટ પર જામેલો બરફ અકસ્માતનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.હાલના સમયમાં કાશ્મીરના મોટાભાગના વિસ્તારો ભારે બરફવર્ષાના કારણે સફેદ ચાદરથી ઢંકાયેલા છે. જેના કારણે મોટાભાગના રસ્તાઓ કાં તો બંધ છે અથવા તો એરપોર્ટ પર ફ્લાઈટ મોડી પડી રહી છે. જો કે એરપોર્ટ યથા યોગ્ય રીતે કાર્યરત થાય તે માટે એરપોર્ટ પર મોટા પાયે વ્યવસ્થા પણ કરવામાં આવી છે, આમ છતાં રનવેથી હટાવવામાં આવેલો બરફ એક ખૂણા પર જ છોડી દેવામાં આવ્યો હતો. આ કારણે ઈન્ડિગો એરલાઈન્સના વિમાનનો હિસ્સો તે બરફ સાથે ટકરાયોહતો..

Bird hits at Srinagar airport a looming threat | Greater Kashmir

Political / કોંગ્રેસ મુક્ત ભારતના સ્વપ્નને આગળ ધપાવતુ જીલ્લા ભાજપ, આટલાં…

એરપોર્ટ ના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે વિમાન શ્રીનગરથી દિલ્હી જવાનું હતું. ઈન્ડિગોની 6E-2559 નંબરની આ ફ્લાઈટ શ્રીનગરથી દિલ્હી(Delhi)ની ઉડાણ ભરવાનું હતું. અચાનક ત્યારે જ એન્જિનના જમણા ભાગમાં બરફ ફસાઈ ગયો હતો. ત્યારબાદ તરત જ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને આખા વિમાનની તપાસ કરવામાં આવી. જો કે બાદમાં વિમાનને દિલ્હી રવાના કરી દેવાયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…