Festival/ ઉત્તરાયણ પર પવનની ગતિને લઇને હવામાન વિભાગે જાણો શું કરી આગાહી?

કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઈડલાઈનના પાલન સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે અબાલ-વૃધ્ધો સહિત યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે….

Ahmedabad Gujarat
PICTURE 3 5 ઉત્તરાયણ પર પવનની ગતિને લઇને હવામાન વિભાગે જાણો શું કરી આગાહી?

@આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

કોરોના મહામારી વચ્ચે સરકારી ગાઈડલાઈનના પાલન સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે અબાલ-વૃધ્ધો સહિત યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પર્વ નજીક આવતા પતંગરસીયાઓ પતંગ, દોરી તેમજ પર્વને અનુરૂપ ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વને દિવસે પવન માફકસર રહેવાની આગાહી કરતા પતંગરસીયાઓનો આનંદ બેવડાયો છે.

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનાં દિવસે પવનની ગતિ ખુબ સારી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 10 થી 15 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાનો વર્તારો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. જેથી પતંગ ચગાવવા માટે આ ઝડપ માફકસર હોઈ ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગરસીયાઓ પતંગ ઉડાડવાની મજા માણી શકશે. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને ગાઈડલાઈન બહાર પાડી નિયંત્રણો લાદવામાં આવ્યા છે. સાથે સાથે કેટલાક પતંગરસીયાઓને કોરોનાનો ડર પણ સતાવી રહ્યો છે. જો કે સરકારી ગાઈડલાઈન મુજબ મોટાભાગનાં પતંગરસીયાઓએ પોતાની અગાસી ઉપર ઉત્તરાયણ ઉજવવાની તૈયારી આરંભી દીધી છે. શહેરનાં બજારોમાં પણ ઉત્તરાયણ પર્વને લઈ ચહલ-પહલ વધી જવા પામી છે. પતંગરસીયાઓ દ્વારા પતંગ-દોરીની સાથે સાથે ટોપી-ચશ્મા, પીપુડા જેવી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 27 ડિ.સે. અને લઘુત્તમ તાપમાન 15 ડી.સે રહે તેવી સંભાવનાઓ છે. ત્યારે પવનની ગતિ સારી રહેશે તેવા સમાચાર સાંભરીને પતંગરસીકોમાં પણ ખુશી જોવા મળી છે.

રાજ્યમાં બે દિવસ પેહલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનની અસર જોવા મળી હતી. જેને પગલે શહેરનું તાપમાન ઉચ્ચકાયું હતું. પરંતુ હવે આકાશમાંથી વાદળો હટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે, તો સાથે સાથે ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણ પર્વ દરમિયાન સામાન્ય પવન રહેશે. વહેલી સવારે ઠંડી રહેશે અને ત્યાર બાદ બપોરે પણ પવન સારો રહેશે ત્યારે નવા વર્ષનો પ્રથમ તહેવાર લોકો આનંદ અને ઉત્સાહથી માનવી શકશે અને ત્યારબાદ ધીમે-ધીમે ઠંડી વિદાય લેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો